News of Monday, 19th October 2026
વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગુજરાતવાસીઓને હાર્દિક શુભકામનાઓ : અનિષ્ટ પર ઇષ્ટ અને અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ
ભગવાન શ્રીરામના આદર્શો આપણને સત્ય, મર્યાદા અને કર્તવ્યનિષ્ઠાના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે તેમ જણાવી નકારાત્મકતા ત્યાગવા કર્યું આહ્વાન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગુજરાત સહિત દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે વિજયાદશમીનો આ પવિત્ર તહેવાર અનિષ્ટ પર ઇષ્ટના, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું જીવંત પ્રતીક છે. ભગવાન શ્રીરામનું જીવન અને તેમના મહાન આદર્શો દરેક નાગરિકને સત્ય, મર્યાદા, કર્તવ્યનિષ્ઠા તથા લોકકલ્યાણના માર્ગે અગ્રેસર રહેવાની દિવ્ય પ્રેરણા પૂરી પાડે છે.
જીવનમાં સદગુણો અપનાવવાનો સંકલ્પ:
પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ પર્વ આપણને જીવનમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મકતા, અહંકાર અને દુર્ગુણોનો ત્યાગ કરીને સત્ય, સંયમ, કરુણા અને સદાચાર જેવા ઉત્તમ સદગુણો અપનાવવાની શીખ આપે છે. વિજયાદશમીનો ઉત્સવ માત્ર બાહ્ય વિજયની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતા દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા, આત્મચિંતન કરવા અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યેની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાનો નવો સંકલ્પ બની રહે તે જ આ પર્વની સાચી સાર્થકતા છે.
વિજયાદશમીના આ શુભ અવસરે તેમણે સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તથા પ્રત્યેક પરિવાર પ્રગતિ અને ખુશહાલીના પંથે આગળ વધે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. આ સાથે જ સમાજમાં પરસ્પર સ્નેહ, સદ્ભાવના અને સહકારની ભાવના વધુ મજબૂત બને, સામાજિક સમરસતા અકબંધ રહે અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંકલ્પ વધુ દ્રઢ બને તેવી હાર્દિક અભ્યર્થના પણ તેમણે પાઠવી હતી.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
