<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

દિવાળી પર્વે વિરમગામમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને કીટ વિતરણ કરાયું

સેવાભાવી લોકો દિવાળીના તહેવાર પૂર્વે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટેની કીટમાં આર્થિક યોગદાન આપી સહભાગી બન્યા.

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરમાં આવેલા આઈ.ઓ.સી.એલ કંપની પાસે જોગણીનગર અને જકશી તલાવડી ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના ૬૦ પરિવારોને લક્ષ્મીજીના ફોટા સાથેનું કેલેન્ડર, તેલ, દિવેટ, પાંચ કોડીયા, ફટાકડા, સિંગ સાકરનો પ્રસાદ, બાળકને પીપરમેન્ટ, ૫૦૦ ગ્રામ મોહનથાળ સાથેની કીટ આપવામાં આવી : વિરમગામ શહેરના સેવાભાવી લોકો દિવાળીના તહેવાર પૂર્વે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટેની કીટમાં આર્થિક યોગદાન આપી સહભાગી બન્યા.

(6:14 PM IST)