<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નરેન્‍દ્રભાઈના ૭૬મા જન્‍મદિવસે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે હર્ષ સંઘવી યુવાઓની વચ્‍ચે પહોંચ્‍યાઃ ભકિતરસથી કરી ઉજવણી

નાયબ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં પ્રજવલિત થયો આર્શીવાદનો દીવો

 

 

ગાંધીનગરઃ જિલ્લાના ઉવારસદ ગામે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં દેશના વિકાસ અને આત્‍મનિર્ભરતાના ણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૬મા જન્‍મદિવસે તેમની ૨૫ વર્ષની અવિરત અને સમર્પિત જનસેવાની મહાયાત્રાને બિરદાવવા માટે  ‘આશીર્વાદનો દીવો' નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે અચાનક જ વરસેલા વરસાદમાં પણ યુવાઓ આશીર્વાદનો દીવો પ્રગટાવવા ઊભા રહ્યા હતા અને વરસાદ જાણે વડાપ્રધાનશ્રીનું સન્‍માન કરતો હોય એમ એક કલાક રોકાઈ ગયો હતો. રાષ્‍ટ્રસેવાને જ જીવનનો પરમ ધ્‍યેય બનાવનાર વડાપ્રધાનશ્રીને સન્‍માનિત કરતા ૭૬ દિવડાના આ પાવન પ્રસંગનેનાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ યુવાઓની વચ્‍ચે રહીને ઉજવ્‍યો હતો.

આ ગૌરવવંત સમારોહમાં અમદાવાદના ભાડજમાં આવેલા ઇસ્‍કોન મંદિરની ભક્‍તિરસથી છલકાતી ભજન સંધ્‍યા, વડાપ્રધાનશ્રીની પ્રેરણાદાયી જીવનગાથાની પ્રસ્‍તુતિ અને ‘સંકલ્‍પ - વિકસિત ભારત ૨૦૪૭' જેવા ભારતીય સંસ્‍કળતિ અને દેશભક્‍તિના પાવન સંગમસમા અનેકવિધ આકર્ષણો રજૂ કરવામાં આવ્‍યા હતા.

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓને જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી જેવી ઔરા અને ફિટનેસ આખી દુનિયામાં કોઈની નથી. તેમણે જણાવ્‍યું હતું કે વડાપ્રધાનશ્રી જેવી ક્રિએટીવીટી,જુસ્‍સો, યોજનાઓને અમલમાં મુકવાની પદ્ધતિ, અને તેમના જેટલું કામ હું કયારેય ના કરી શકું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ યુવાઓને સ્‍ટાર્ટ અપ ઇન્‍ડિયા, મેક ઇન ઇન્‍ડિયા અને રોડ પર રહેતા લોકોને પાકી છત અને નાગરિકોને ઘરે ઘરે શૌચાલય આપ્‍યા છે. તેમના થકી વંદે ભારત, નવા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો લાભ તમારા જેવા યુવાઓને મળ્‍યો છે. ખેડૂતોના ખેતરોમાં પાણી અને વીજળી આપ્‍યા છે.

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના પ્રોફેસરો અને સ્‍ટાફ સાથે મોટી સંખ્‍યામાં, યુવાઓએ ઉપસ્‍થિત રહી, ખૂબ ઉત્‍સાહ અને ઉમંગથી પોતાના વડાપ્રધાનશ્રીના જન્‍મ દિવસ નિમિત્તે આશીર્વાદનો દીવો પ્રગટાવ્‍યો હતો.

(2:22 PM IST)