તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
કીમ નદી બે કાંઠે: માંગરોળના શેઠી ગામનો બ્રીજ પાણીમાં ગરકાવ: વાહન વ્યવહાર અટકાવાયો
બ્રિજ પર પાણી ફરી વળતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થયા

સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની આવક થતાં માંગરોળના શેઠી ગામનો બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારને અટકાવવાની ફરજ પડી છે. બ્રિજ પર પાણી ફરી વળતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
