<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો લપસ્યા : સ્થાનિકોએ માટી નાખી વાહનવ્યવહાર શરૂ કરાવ્યો

એક અજાણ્યા ટેન્કરમાંથી અચાનક મોટા પ્રમાણમાં ઓઈલ લીકેજ થયું હતું

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેન્કરમાંથી અચાનક મોટા પ્રમાણમાં ઓઈલ લીકેજ થયું હતું. રોડ પર ઓઈલની સ્નિગ્ધ પરત પથરાઈ જવાને કારણે આખો રસ્તો અત્યંત ચીકણો અને જોખમી બની ગયો હતો. આ માર્ગ પરથી પસાર થતા અનેક દ્વિચક્રી વાહનચાલકોના વાહનો અચાનક સ્લિપ થઈ ગયા હતા, જેના કારણે કેટલાક ચાલકોને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી હતી.

(12:06 AM IST)