News of Wednesday, 3rd June 2026
જમીન દફતરના કામ માટે જિલ્લાના ધક્કા બંધ, તાલુકાઓમાં કચેરી ખુલશે
નિર્ણયઃ વર્ગ-૨ની ૧૩૮ જગ્યાને તાલુકા કક્ષાએ કાર્યરત કરાઈ : જમીન રિ-સર્વેમાં વાંધા સહિતની કામગીરી સ્થાનિક કક્ષાએ કરાશે

મહેસૂલ વિભાગ દ્વારા અત્યાર સુધી જમીન દફતર ખાતાની કચેરીની કામગીરી જિલ્લા કક્ષાએથી જ થતી હતી તે હવે તાલુકા કક્ષાએ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે હાલના સમયમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં પ્રમોલગેશન બાદ જે મોટા પ્રમાણમાં વાંધા ઉભા થયા છે તે માટે હવે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા પડશે નહીં. અન્ય કામગીરી પણ હવે તાલુકા કક્ષાએથી નાગરિકો કરી શકશે. વિભાગ દ્વારા જમીન દફતર નિરીક્ષક વર્ગ-૨ની ૧૩૮ જગ્યાને તાલુકા કક્ષાએ કાર્યરત કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા ૧ જૂને લેવાયેલા નિર્ણય મુજબ જમીન દફતર નિરીક્ષક એટલે કે ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડઝની સેવાઓ હવે તાલુકા કક્ષાએ પણ ઉપલબ્ધ કરાવાશે, જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી દ્વારા નિરીક્ષક વર્ગ-૨ની જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. વિભાગની મામલતદાર કચેરીઓ, સબ રજિસ્ટ્રારની કચેરીઓ અને પંચાયત વિભાગની તાલુકા વિકાસની કચેરીઓ પણ તાલુકા કક્ષાએ કાર્યરત છે અને તાલુકાને પાયારૂપ ગણીને અનેક યોજનાઓ પણ સરકાર દ્વારા મૂકાતી હોય છે. તેથી જિલ્લા કક્ષાના નિરીક્ષક જમીન દફતર વર્ગ-૨ને તાલુકા કક્ષાએ મૂકવા માટે લાંબા સમયથી ભાગ ઉભી થવા પામી હતી. છેલ્લા કેટલાક વર્ષથી ખેડૂતોના જમીનની રિ સર્વેની કામગીરી ચાલે છે તેમાં વ્યાપક રીતે જમીનની માપણીમાં વાંધા ઉભા થયા હતા. તેથી એજન્સી દ્વારા રિ સર્વેની નવેસરથી માપણી પણ ચાલી રહી છે. તે સહિતની અન્ય કામગીરી પણ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ અને તાલુકા કલાએ જ વિવિષ પ્રશ્નોનો નિકાલ કરી શકાય અને નાગરિકોને જિલ્લા કચેરીએ જવાના બદલે રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ જઈને સેવા મળી શકે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ માટે કુલ ૧૩૮ જગ્યાનું વિકેન્દ્રી કરણ કરવામાં આવ્યું છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, હક ચોકસી અધિકારી કે જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે કામ કરતા હોય તેવા અધિકારીઓને હવે તેમના જ જિલ્લામાં તાલુકા કક્ષાની કચેરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જમીન દફતર નિરીક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
