તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
કોંગ્રેસમાં હોદ્દા લઈને પાર્ટી કાર્યક્રમમાં હાજર નહીં રહેતા અને નિષ્ક્રિય રહેનારા પદાધિકારીઓને ફટકારાઈ નોટિસ
30 જિલ્લા અધ્યક્ષોને કામગીરી અંગે તાત્કાલિક ખુલાસો આપવા આદેશ કરાયો: 26 પ્રદેશ પદાધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગતી કડક કાર્યવાહી.

અમદાવાદમાં નિષ્ક્રિય પદાધિકારીઓને યુવા કોંગ્રેસે કારણ બતાવો નોટિસ ફટકારી છે. 30 જિલ્લા અધ્યક્ષોને કામગીરી અંગે તાત્કાલિક ખુલાસો આપવા આદેશ કરાયો છે. 26 પ્રદેશ પદાધિકારીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગતી કડક કાર્યવાહી કરાઈ છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારીની ગુજરાત મુલાકાત સમયે હોદ્દેદારો ગેરહાજર રહેતા નોટિસો અપાઈ છે.. સંતોષકારક જવાબ નહીં મળે તો શિસ્તભંગ કાર્યવાહી થશે. હોદ્દા કરતાં સક્રિય કામગીરીને સંગઠનમાં હવે પ્રથમ પ્રાધાન્ય અપાશે. જનતાના મુદ્દાઓ પર સતત સક્રિય રહેવું અનિવાર્ય. મહેનતુ કાર્યકરોને સંગઠનમાં મોટી જવાબદારી અને તક મળશે. નિષ્ક્રિયતા હવે કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. યુવા કોંગ્રેસને વધુ સંઘર્ષશીલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
