તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 8th November 2026
દિવાળી અને છઠપૂજાએ સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો મહાસાગર: વતન જવા લાંબી કતારો, છ દિવસમાં એક લાખથી વધુ મુસાફરો રવાના

સુરત: દિવાળી અને છઠપૂજાના તહેવારોને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારના વતનીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયાથી લઈને પ્રવેશમાર્ગો સુધી મુસાફરોની લાંબી કતારો લાગી છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત હજારો મુસાફરો ટ્રેનના નિર્ધારિત સમયથી અનેક કલાક પહેલાં જ સ્ટેશને પહોંચી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના આંકડા મુજબ ૧થી ૬ નવેમ્બર દરમિયાન ઉધના સ્ટેશનથી ૪૩ વિશેષ ટ્રેનો મારફતે ૧,૦૫,૭૧૩ મુસાફરો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થયા હતા. માત્ર ૬ નવેમ્બરે જ સાત વિશેષ ટ્રેનોમાં ૨૦,૯૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. ભીડને નિયંત્રિત કરવા વિશાળ હોલ્ડિંગ એરિયા, વધારાના ટિકિટ કાઉન્ટર તથા રેલવે સુરક્ષા દળની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ વધારાની વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
