News of Wednesday, 22nd July 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 18 પર પહોંચી
શંકાસ્પદ નમૂનાઓમાંથી 74 સેમ્પલના રિપોર્ટ આવી ગયા અને બાકીના 15 નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ આવવાના હજુ બાકી

અમદાવાદ :ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં કુલ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 18 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 89 શંકાસ્પદ કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ નમૂનાઓમાંથી 74 સેમ્પલના પરિણામો આવી ગયા છે અને બાકીના 15 નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ આવવાના હજુ બાકી છે, જેને પગલે આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
