તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
NEET પેપર લીક કેસમાં NTAના ડાયરેક્ટર જનરલએ કહ્યું-CBI રિપોર્ટ બાદ જ પેપર લીક થયું હોવાનું સ્વીકારાશે
સીબીઆઈના અંતિમ અહેવાલ બાદ જ આ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ (DG) સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. આ સુનાવણી દરમિયાન તેમણે પરીક્ષાનું પેપર સત્તાવાર રીતે 'લીક' થયું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. NTA DGએ સમિતિ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સીબીઆઈ પોતાની તપાસના આધારે સત્તાવાર રીતે પેપર લીક થયું હોવાની પુષ્ટિ નહીં કરે, ત્યાં સુધી એજન્સી તેને સ્વીકારશે નહીં અને સીબીઆઈના અંતિમ અહેવાલ બાદ જ આ અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
