News of Wednesday, 29th July 2026
મહીસાગરમાં BAMS કોલેજના પેપર લીક મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કાર્યકરોએ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને પરિસરમાં સરકાર અને તંત્ર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી

મહીસાગરમાં BAMS કોલેજના પેપર લીક મામલે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને પરિસરમાં સરકાર અને તંત્ર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી તેમજ જિલ્લા નાયબ ચીટનીસને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ સામે કડક રોષ વ્યક્ત કરતાં આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો આ મામલે સત્વરે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
