તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
હવે રાજ્ય સરકારના મંત્રીઓ આદિવાસી વિસ્તારોનો ત્રણ દિવસ પ્રવાસ ખેડશે :જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ 27થી 29 નવેમ્બર સુધી આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે. ડે.સીએમ હર્ષ સંઘવી છોટા ઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરશે.

ગાંધીનગર:રાજ્ય સરકારના મંત્રીઓ આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કરશે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીઓ 27થી 29 નવેમ્બર સુધી આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે. ડે.સીએમ હર્ષ સંઘવી છોટા ઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરશે. કનુભાઈ દેસાઈ ડાંગ જિલ્લાનો, કુંવરજીભાઈ બાવળીયા નવસારીના વાંસદાનો, નરેશ પટેલ દાહોદના ફતેપુરાનો પ્રવાસ કરશે. પ્રફુલ પાનસેરીયા તાપીના વ્યારાની મુલાકાત લેશે. રિવાબા જાડેજા સુરતના મહુવાનો પ્રવાસ કરશે.
રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસ અને સ્થાનિક પ્રશ્નોને સીધા સમજવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના પ્રવાસ બાદ હવે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ ત્રણ દિવસ આદિવાસી વિસ્તારોનો પ્રવાસ ખેડશે. આગામી 27થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સરકારના અલગ અલગ મંત્રી આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કરશે.
મંત્રીઓના આગામી પ્રવાસના વ્યવસ્થિત આયોજન અને રૂપરેખા નક્કી કરવા માટે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર, તો કનુભાઈ દેસાઈ ડાંગ જિલ્લાનો પ્રવાસ કરશે. તો કુંવરજી બાવળીયા નવસારી જિલ્લાના વાંસદા,નરેશ પટેલ દાહોદ જિલ્લાના ફતેપુરા મતવિસ્તારનો પ્રવાસ કરશે. ડોક્ટર પ્રદ્યુમન વાજા અરવલ્લી જિલ્લાના ભિલોડા, તો પ્રફુલ પાનસેરીયા તાપી જિલ્લાના વ્યારાનો પ્રવાસ કરશે. સંજયસિંહ મહિડા સુરત જિલ્લાના માંડવી, તો ઈશ્વરસિંહ પટેલ વલસાડ જિલ્લાના કરપાડા મતવિસ્તારની મુલાકાત લેશે.
આ સિવાય કૌશિક વેકરીયા સારકાંઠાના ખેડબ્રહ્મા, ડોક્ટર મનીષા વકીલ મહીસાગરના સંતરામપુર અને ત્રિક છાંગા નર્મદા જિલ્લાના નાંદોદ મતવિસ્તારનો પ્રવાસ કરશે. પ્રવિણ માળી દાહોદ જિલ્લાના લીમખેડા, ડોક્ટર જયરામ ગામીત નવસારીના ગણદેવી,પુનમચંદ બરંડા વલસાડ જિલ્લાના ધરમપુર અને રિવાબા જાડેજા સુરત જિલ્લાના મહુવા મતવિસ્તારનો પ્રવાસ કરશે. ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન મંત્રીઓ આદિવાસી વિસ્તારોમાં રહીને વિવિધ કાર્યક્રમો અને મુલાકાતો કરશે
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
