તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
હવે SP અને રેન્જ IG રૂ. 2 કરોડ સુધીની ખરીદી કરી શકશે: ગૃહ વિભાગનો મોટો નિર્ણય
ગુજરાત ગૃહ વિભાગે પોલીસ પ્રશાસનમાં નાણાકીય સત્તાઓનું વિકેન્દ્રીકરણ કર્યું: અગાઉ DGP સુધી જવું પડતું હવે SP અને રેન્જ IG રૂ. 2 કરોડ સુધીની ખરીદી કરી શકશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ બને તે દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં વાહનો, ટેકનિકલ સાધનો, ઓફિસ સરસામાન કે અન્ય આવશ્યક સુવિધાઓની ખરીદી માટે થતા વિલંબને નિવારવા માટે ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું મોટું વિકેન્દ્રીકરણ કર્યું છે.
નવા આદેશ મુજબ, હવે જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ (Range IG) કક્ષાના અધિકારીઓને રૂ. 2 કરોડની મર્યાદા સુધીની ખરીદી કરવાની અને નાણાકીય નિર્ણયો લેવાની સીધી સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પ્રાદેશિક અને જિલ્લા સ્તરે પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી બનશે.અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓ કે રેન્જમાં જરૂરિયાત મુજબની ખરીદી કે નાણાકીય મંજૂરીઓ મેળવવા માટે ફાઇલો રાજ્યના પોલીસ વડા (DGP) સુધી મોકલવી પડતી હતી.
આ પ્રક્રિયાના કારણે ફાઇલોની મંજૂરીમાં લાંબો સમય વિતતો હતો અને સ્થાનિક કક્ષાએ ખરીદી અટકી જતી હતી.હવે DGP હસ્તકની નાણાકીય મંજૂરી આપવાની ચોક્કસ સત્તાઓ રેન્જ IGને સોંપી દેવામાં આવતાં સ્થાનિક સ્તરે જ નિર્ણયો લઈ શકાશે. રૂ. 2 કરોડની મર્યાદામાં જરૂરી સાધન-સામગ્રીની સ્થાનિક સ્તરે ખરીદી થવાથી પોલીસ વિભાગની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સજ્જતામાં મોટો સુધારો જોવા મળશે.

(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
