તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સાયબર ગઠિયાઓનો હવે 'દિવાળી બોનસ' અને સરકારી યોજનાના નામે લોકોને છેતરવાનો ખેલ
ઠગ ટોળકી દ્વારા જુદી જુદી ભાષામાં વોટ્સએપ મેસેજ મોકલીને નાગરિકોને રૂ. 8 હજારના બોનસની લાલચ:મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી મોબાઈલમાં એક જોખમી APK ફાઈલ ડાઉનલોડ થાય

અમદાવાદ : તહેવારોની મોસમનો લાભ લઈ સાયબર ગઠિયાઓએ હવે 'દિવાળી બોનસ' અને સરકારી યોજનાના નામે લોકોને છેતરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. ઠગ ટોળકી દ્વારા જુદી જુદી ભાષામાં વોટ્સએપ મેસેજ મોકલીને નાગરિકોને રૂ. 8 હજારના બોનસની લાલચ આપવામાં આવી રહી છે. આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી મોબાઈલમાં એક જોખમી APK ફાઈલ ડાઉનલોડ થાય છે અને તેમાં ફોર્મ ભરતાં જ યુઝરનું વોટ્સએપ એકાઉન્ટ ઠગના ફોન સાથે લિંક થઈ જાય છે. જેના પરિણામે ગણતરીની મિનિટોમાં જ બેંક ખાતામાંથી નાણાં ઉપડી જાય છે.
આ વધતી જતી ઠગાઈ અંગે સાયબર ક્રાઈમ DCPએ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ સરકારી સ્કીમ કે બોનસની જાહેરાત વોટ્સએપ મેસેજ દ્વારા આવતી નથી, તેથી આવા કોઈ શંકાસ્પદ મેસેજ કે લિંક પર ક્લિક કરવું નહીં અને સરકારી યોજનાઓની સાચી માહિતી માટે સંબંધિત સરકારી કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
