News of Monday, 25th May 2026
અમદાવાદમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર આરોપી ધમા બારડ પર પોલીસનુંફાયરીંગ :પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે તૈનાત
અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ગુનેગાર ધમા બારડને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો: જવાબી પગલા રૂપે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું

અમદાવાદમાં કુખ્યાત અને હિસ્ટ્રીશીટર આરોપીનું હાફ એન્કાઉન્ટર થતાં ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ગુનેગાર ધમા બારડને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર તેણે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબી પગલા રૂપે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું.
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુખ્યાત આરોપી ધમા બારડ ચોક્કસ લોકેશન પર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ (PI) સહિતની ટીમ તેને દબોચી લેવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ધમા બારડે શરણાગતિ સ્વીકારવાને બદલે પોલીસના સકંજામાંથી આઝાદ થવા માટે હિંસક પ્રતિકાર કર્યો હતો. તેણે પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરીને ત્યાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો.
આરોપી પોલીસ પર હાવી થઈને ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને કાયદાનું ભાન કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી ત્વરિત ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી કુખ્યાત ધમા બારડના પગના ભાગે વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ ટીમે તાત્કાલિક ઘાયલ થયેલા ધમા બારડને લોહીલુહાણ હાલતમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
