<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

રાજ્યમાં અનેક જિલ્લમાં 24થી વધુ ચેન સ્નેચિંગનો આરોપી કુખ્યાત ચીખલીકર ગેંગનો રીઢો ગુનેગાર રાજાસિંહ ઝડપાયો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી: છેલ્લા 10 વર્ષથી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી જેવા ગંભીર ગુના આચરતી આ ટોળકીના પર્દાફાશ

બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તરખાટ મચાવનારી કુખ્યાત ચીખલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. છેલ્લા 10 વર્ષથી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી જેવા ગંભીર ગુના આચરતી આ ટોળકીના પર્દાફાશથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે.

ઝડપાયેલા આરોપી રાજાસિંહ નરસિંગ બાધાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આરોપી છેલ્લા એક દાયકાથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય હતો. ખાસ કરીને દોઢ વર્ષ પહેલા પાલનપુરમાં એક રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાની ઘટનામાં આ આરોપીની સંડોવણી ખુલતા પોલીસે તેની પાછળ સર્ચ ઓપરેશન તેજ કર્યું હતું. આ ગેંગ ખાસ કરીને મોટરસાયકલની ચોરી કરી તેનો ઉપયોગ ચેન સ્નેચિંગ માટે કરતી હતી.

આ કોઈ સામાન્ય ચોર નહીં પણ આંતરજિલ્લા ગેંગનો સભ્ય છે. આરોપી રાજાસિંહ અને તેનો ફરાર ભાઈ રામજાને સિંગ નરસિંગ બાધાએ મળીને મહેસાણા, રાધનપુર, જુનાગઢ, ચોટીલા, ભુજ, મોરબી, બોટાદ, ગાંધીધામ, વડનગર, આદિપુર, અંજાર અને ડીસા જેવા અનેક વિસ્તારોમાં 24થી વધુ ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ગેંગની ધરપકડથી અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

બનાસકાંઠા LCBની ટીમે આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીના લોકેશનને ટ્રેક કર્યું હતું. પોલીસની સતત વોચ અને ટેકનિકલ સર્વેલન્સના કારણે આ રીઢો ગુનેગાર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. જોકે, તેનો બીજો સાગરીત ભાઈ હજુ પણ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે માહિતી આપતા DySP જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું કે, ચીખલીગર ગેંગ જેવી ટોળકીઓ રહેણાંક વિસ્તારોમાં રેકી કરતી હોય છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સોસાયટી કે મહોલ્લામાં જોવા મળે, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. જનતાની જાગૃતિ જ આવા રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં મદદરૂપ સાબિત થશે.

(9:16 PM IST)