<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ટેક્‍સ ભર્યા છતાં GSTNની ખામીને કારણે વેપારીઓને નોટિસો

ઇમ્‍પોર્ટ IGST જીએસટીઆર-૩બીમાં રિલેક્‍શનનો વકરતો વિવાદ : કસ્‍ટમ્‍સના આઈસગેટ પોર્ટલ પરથી જીએસટીએન જીએસટીઆર-રબીમાં ‘‘બિલ ઓફ એન્‍ટ્રી'ના આંકડા અપડેટ થતા નથી

અમદાવાદ,તા.૨: આયાત કરનારાઓને કસ્‍ટમ વિભાગ દ્વારા આઈજીએસટી ચૂકવી દેવામાં આવ્‍યો હોવા છતાંય કસ્‍ટમ્‍સના આઈસગેટ પોર્ટલ પરથી જીએસટીએનના પોર્ટલના જીએસટીઆર-રબીમાં 'બિલ ઓફ એન્‍ટ્રી'ના આંકડા યોગ્‍ય રીતે અપડેટ થતા ન હોવાથી વેપારીઓ ડીઆરસી-૦૧ની નોટિસો મળવા માંડી છે. પરિણામે વેપારીઓની પરેશાની વધી રહી છે. આમ આઈજીએસટી ભર્યો હોવા છતાં જીએસટીઆર-૨બીમાં ડેટા ન દેખાતાં વેપારીઓ મુશ્‍કેલીમાં મૂકાઈ ગયા છે.

પરિણામે વેપારીઓ પોતે ભરેલા ટેક્‍સની ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ દાવો કરે ત્‍યારે સીસ્‍ટમ તેને ઓટોમેટીક મેચ કરી શકતી નથી. પરિણામે કાયદેસરનો ટેક્‍સ ભર્યો હોવા છતાં વેપારીઓને જીએસટી ડીઆરસી-૦૧ અને ડીઆરસી-૦૧સી હેઠળ નોટિસો ફટકારવામાં આવી રહી છે. જો નોટિસનો ઉત્તર ન અપાય તો વેપારીઓ માટે આગામી જીએસટીઆર-૧ ફાઇલિગ અટકી જવાનું જોખમ પણ ઊભું થાય છે.

ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીએ નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને આયાતી માલ પર ભરાતા આઈજીએસટી અને તેની ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવવામાં પડતી ગંભીર મુશ્‍કેલીઓ તરફ ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે. ગુજરાત ચેમ્‍બરના પ્રમુખ રાજેશ ગાંધીએ પાઠવેલા પત્રમાં જણાવ્‍યા મુજબ, સરકારે આઈસગેટ અને જીએસટીએન વચ્‍ચે સંકલન માટે સર્ચ બીઓઈ જેવી સુવિધાઓ આપી છે, છતાં પણ 'બિલ ઓફ એન્‍ટ્રી'ની વિગતો સ્‍થિર ગણાતા જીએસટીઆર ૨-બીમાંમાં નિયમિતપણે દેખાતી નથી. વેપારીઓ જ્‍યારે ક્‍વેરી આઈસગેટનો ઉપયોગ કરીને ડેટા મેળવવાનો પ્રયાસ કરે છે, ત્‍યારે પણ ઘણીવાર રેકોર્ડ મળતો નથી..

કાયદેસર ક્રેડિટ હોવા છતાં નોટિસોનો સાર્વત્રિક ભય

આઈસીએસજી એક્‍ટ ૨૦૧૭ અને સીજીએસટી એક્‍ટ ૨૦૧૭ મુજબ આયાત વખતે ભરેલો આઈજીએસટીએ વેપારીની કાયદેસરની ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ છે. જોકે જીએસટી સીસ્‍ટમ જીએસટીઆર ૨-બીનો સરખામણી રિપોર્ટ તૈયાર કરે છે. માહિતી ન મળવાને કારણે સીસ્‍ટમ આ તફાવતને ફુફલેગ કરે છે અને વેપારીઓને ડીઆરસી-૦૧ નોટિસ મોકલી આપે છે.

આયાત પરનો ઇનપુટ ટેક્‍સ ક્રેડિટનો દાવો જીએસટીઆર-૨બી કરતાં વધુ હોય તો નિયમ નંબર ૮૮ ડી હેઠળ ડીઆરસી-૦૧માં ખુલાસો માગવામાં આવે છે. વેપારી જો આ બાબતે ખુલાસો ન કરી શકે અથવા ટેક્‍સ ફરી ના ભરે તો તેમની ઉપર રૂલ ૫૯ (૬) હેઠળ આગામી જીએસટીઆર-૧ આઈએફએફ ભરવા પર પ્રતિબંધ આવી શકે છે, જે વેપાર-ધંધા માટે અત્‍યંત હાનિકારક છે.

નાણાં મંત્રીશ્રી સમક્ષ માગણી

આ સ્‍થિતિમાં ગુજરાત ચેમ્‍બરે માંગણી કરી છે કે કસ્‍ટમ્‍સ પોર્ટલ આઈસગેટ પરથી બિલ ઓફ એન્‍ટ્રીનો ડેટા સીધો અને યોગ્‍ય રીતે જીએસટીએન પોર્ટલ પર ટ્રાન્‍સમિટ થવો જોઈએ, જેથી જે મહિનામાં આપાત થઈ હોય તે જ મહિનાના જીએસ્‍ટીઆર ૨-બીમાં તે રિફલેક્‍ટ થઈ જશે. આ સુધારાથી ટેક્‍સપેયર્સે કાયદેસરની ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ માટે ખોટી નોટિસોનો સામનો કરવો પડશે નહીં

(1:16 PM IST)