તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પંચમહાલમાં સાધન ખરીદી કૌભાંડના સૂત્રધારોને રાહત નહીં : સેશન્સ કોર્ટે જામીન નાંમજૂર કર્યા
₹2.79 કરોડના કૌભાંડ મામલે આરોપીઓએ ધરપકડથી બચવા માટે એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં થયેલા કરોડો રૂપિયાના સાધન ખરીદી કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓને મોટો ફટકો પડ્યો છે. કરાર આધારિત કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલા ₹2.79 કરોડના કૌભાંડ મામલે આરોપીઓએ ધરપકડથી બચવા માટે એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ હવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
