<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

GIFT સિટીમાં બેચલર્સ માટે ‘નો એન્‍ટ્રી' હવે નહીં ચાલે

GIFT સિટીમાં સિંગલ્‍સને સરળતાથી મકાન મળે તે માટે બનશે નવી પોલિસી

અમદાવાદઃ તા.૨૫: ગાંધીનગર સ્‍થિત ગુજરાત ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સ-ટેક (ગિફટ) સિટીના અધિકારીઓ દેશના પ્રથમ ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સિયલ સર્વિસીસ સેન્‍ટર (IFSC) માં કામ કરતા અથવા અભ્‍યાસ કરતા સ્‍નાતકોને કેમ્‍પસમાં રહેણાંક રહેઠાણ મેળવવામાં મુશ્‍કેલી ન પડે તે માટે નીતિ-સ્‍તરના પગલાં પર વિચાર કરી રહ્યા છે ટોચના સૂત્રોએ જણાવ્‍યું હતું કે પ્રથમ પગલા તરીકે, ઓથોરિટી સહકારી મંડળીઓના રજિસ્‍ટ્રારને પત્ર લખીને હસ્‍તક્ષેપ કરવાની માંગ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે GIFT સિટીમાં કોઈપણ હાઉસિગ સોસાયટીને એવા બાયલો અપનાવવાની મંજૂરી ન મળે જે સ્‍નાતક અથવા એકલ રહેઠાણ ધરાવતા લોકોને રહેઠાણનો ઇનકાર કરે છે.  અપરિણીત યુવાનોને કેમ્‍પસમાં રહેણાંક મેળવવામાં કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે આવાસની સુવિધા આપવા વિચાણા થઈ રહી છે.  સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પ્રથમ પગલા તરીકે સત્તામંડળ રજિસ્‍ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝને પત્ર લખીને તેમની દરમિયાનગીરી માગવા પર વિચાર કરી રહ્યું છે, જેથી ગિફટ સિટીની અંદર આવેલી કોઈપણ હાઉસિગ સોસાયટીને અપરિણીત કે સિગલ લોકોને મકાન આપવાનો ઇનકાર કરતા પેટાનિયમો (બાયલોઝ) બનાવવાની મંજૂરી ન મળે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયાનો અહેવાલ જણાવે છે.

સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ નિર્ણય ગિફટ સિટીના અધિકારીઓ દ્વારા નવી ‘બિઝનેસ એકોમોડેશન પોલિસી' શરૂ કરવાની એક મોટી યોજનાનો ભાગ છે. આ નીતિનો હેતુ નોકરી, વ્‍યવસાય, તાલીમ, શૈક્ષણિક અને સત્તાવાર હેતુઓ માટે રોકાતા લોકો માટે ગિફટ સિટીના રહેણાંક એકમોમાં વ્‍યાવસાયિક રીતે સંચાલિત બિઝનેસ એકોમોડેશનનું એક નિયમનકારી માળખું ઊભું કરવાનો છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, ગાંધીનગરના ગિફટ સિટીમાં ઓછામાં ઓછા ૨૫,૦૦૦ લોકો કામ કરે છે, જેમાંથી નોંધપાત્ર સંખ્‍યા સિગલ અથવા અન્‍ય સ્‍થળોએથી સ્‍થળાંતર કરીને આવેલા લોકોની છે. બેચલર કર્મચારીઓને ઘર શોધવામાં પડતી મુશ્‍કેલીઓની ફરિયાદો ગિફટ સિટીના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચ્‍યા બાદ આ પગલું લેવામાં આવ્‍યું છે.

સૂત્રોએ જણાવ્‍યું કે તેમની કંપનીમાં એટ્રિશન રેટ ઘણો ઊંચો હતો.  ઘણા કર્મચારીઓ ગાંધીનગરમાં મકાન શોધવાની મુશ્‍કેલીઓને કારણે અન્‍ય શહેરોમાં બદલી માંગી રહ્યા હતા. સૂત્રએ ઉમેર્યું કે, આ પ્રશ્નો ગિફટ સિટીના હોદ્દેદારો સાથેની બેઠકોમાં ઉઠાવવામાં આવ્‍યા હતો. ગિફટ સિટી બહારની એક રેસિડેન્‍શિયલ સોસાયટીએ પીજી આવાસ પર પ્રતિબંધ મૂકતા પેટાનિયમો બદલ્‍યા ત્‍યારે સિગલ પ્રોફેશનલ્‍સને મકાન ખાલી કરવાની ફરજ પડી હતી.

સૂત્રોએ જણાવ્‍યું કે, કર્મચારીઓ અન્‍ય રાજ્‍યો અને અન્‍ય દેશોમાંથી પણ ઘણીવાર પોતાના પરિવારોને પાછળ છોડીને ગિફટ સિટીમાં આવે છે. અહીં આવાસ એ રોજગાર કે શિક્ષણ માટે અવરોધ ન બનવું જોઈએ.

(10:07 AM IST)