તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
જંતર મંતર-૨ નહિઃ અમદાવાદ, વડોદરાનું નવરાત્રી સુરક્ષાચક્ર છે
બરોડા સીપી નરસિંહમાં કોમારે શહેરના જુના IB રિપોર્ટ અને લો એન્ડ ઓર્ડર વડા અનુભવ આધારે શનિવારે ફલેગ માર્ચ યોજી, તમામ સાથે બેઠક યોજી રણનીતિ બાદ કાફલો મેદાને ઉતાર્યો છે : સાવધાનઃ ૪૯ સી ટીમો ટ્રેડિશનલ ડ્રેસ સાથે મેદાને છે,થોડી શંકા જતા ક્રાઇમ બ્રાન્ચ દાંડિયાને બદલે ધોકા સાથે રાસ રમાડે તેવી અમદાવાદ, વડોદરામાં તૈયારીઓ ૫૦૦ સિનિયર ઓફિસરો, ૧૪ હજાર પોલિસ બહેનોની સુરક્ષા માટે મુકનાર અનુપમસિંહ ગેહલોત કહે છે કે, શિયાળામાં હાડકા ન દુખાડવા હોય તો સખણા રેજોઃ મોડી રાતે પોલિસ પોઇન્ટ ચકાસાયા

રાજકોટ તા.૧૨: આખા ગુજરાતમાં નવરાત્રીમાં વડોદરાનું ખૂબ મોટુ અને મહત્વનું નામ છે, આ શહેર ib ના એક સમયના dysp ના રિપોર્ટ મુજ્બ ખુબ સંવેદનશીલ, અહીં સામાન્ય બાબતે એક યુગમાં તોફાનો થતાં, આ બાબત ધ્યાને રાખી રાજ્ય સરકાર પણ તંત્ર પાસે આ બાબત કેન્દ્રમાં રાખી છેલ્લા ૧૦ વર્ષથી સીપીના પોસ્ટિંગ કરે છે.
હાલમાં cbi બેક ગ્રાઉન્ડ ધરાવતા અને રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા રહી ચૂકેલા નરસિંહમાં કોમાર જેવા ખૂબ અનુભવી dgp લેવલના સિનિયર ips છે. આ ips દ્વારા અસામાજિક તત્વોમાં કડક મેસેજ જાય અને આડુ અવળું કોઈ વિચાર ન આવે તેવા આયોજનનો અમલ રવિવારથી શરુ કર્યો છે
અકિલા સાથેની વાતચીતમાં આખા પ્લાનિંગની મહત્વની બાબતો સીપી નરસિંહમાં કોમારે વર્ણવી છે.
‘‘સેવા સંકલ્પ'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ કમિશનશ્રી ઓ-૦૬, મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ-૧૦, પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ-૪પ, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી-૧૧પ, પોલીસ કર્મચારીઓ-૧ર૦૦, જેમા પી.સી.બી. ડી.સી.બી. એસ.ઓ.જી. સાઇબર ક્રાઇમ, શી-ટીમના કર્મચારીઓ, ટ્રાફિક બી.ડી.ડી.એસ, અધિકારી/ કર્મચારી હાજર રહેલ જેમાં ડ્રોન, વ્રર્જ, વરૂણ તથા ડ્રગ ટેસ્ટીંગ કિટ, બ્રીથ એનેલાઇઝર, બોડી વોર્ન કેમેરા અન્ય ઉપલબ્ધ આધુનિક સાધનોનું નવલખી ગ્રાઉન્ડમાં કલાક ૧૭/૩૦ થી ૧૯/૦૦ વાગ્યા સુધી કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમજ પોલીસ વાહનો સાથે એરીયા ડોમીનેશન તથા ફલેગ માર્ચ કરવામાં આવેલ છે અને નવરાત્રી દરમ્યાન વડોદરા શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાણવણી સારૂં તૈયાર છે જે બાબતે ‘‘સેવા સંકલ્પ'' કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
જોઇન્ટ પોલિસ કમિશનર ક્રાઇમ નિલેશ જાજડીયા અને એડી. સીપી ડો. સુધીર દેસાઈના વળપણ નીચે ૮ ડીસીપી, ૧૨ એસીપી, ૫૧ પીઆઇ, ૧૧૫ PSI ૧૭૮૪ પોલિસ ૩૮૩ ટ્રાફિક પોલિસ, ૨ કંપની SRP, ટ્રાફિક બ્રિગ્રેડયર ૮૦૦,અને ૮૦૦ હોમ ગાર્ડ સેવા સુરક્ષા સંકલ્પ અંતર્ગત મેદાને ઉતાર્યા હોવાનું નરસિંહમાં કોમારે જણાવ્યું છે.
જોઇન્ટ પોલિસ કમિશનર ક્રાઇમ નિલેશ જાજડીયા અને એડી. સીપી ડો. સુધીર દેસાઈના વળપણ નીચે ૮ ડીસીપી, ૧૨ એસીપી, ૫૧ પીઆઇ, ૧૧૫ psi, ૧૭૮૪ પોલિસ ૩૮૩ ટ્રાફિક પોલિસ, ૨ કંપની SRP, ટ્રાફિક બ્રિગેડ્યર ૮૦૦,અને ૮૦૦ હોમ ગાર્ડ સેવા સુરક્ષા સંકલપ અંતર્ગત મેદાને ઉતાર્યા હોવાનું નરસિંહમાં કોમારે જણાવ્યું છે.
નવરાત્રીના પ્રારંભના ૨૪ કલાક પહેલા જ નરસિંહમાં કોમાર સ્થળ પર પોહચી નિરીક્ષણ કરેલ.
બીજી તરફ ગુજરાતના તમામ પોલિસ કમિશનરેટમાં પોલિસ કમિશનર તરીકે રહી ખૂબ અનુભવ મેળવનાર IB વડા તરીકે આખા ગુજરાતની તાસીર અને સારા નરસા લોકોનો ભેદ પારખવામાં માહિર અમદાવાદ પોલિસ કમિશનર મોડી રાતે વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરેલ. તેમણે કોઈ બહેન દીકરીઓ એકલી હોય, વાહન ખરાબ થયા હોય તો પોલિસ વાહનોમા ઘેર સુરક્ષિત પહોંચાડવા જણાવેલ. લોકોને પણ બહેનોની સુરક્ષામાં મદદરૂપ બનવા અપીલ કરેલ.
અકિલા સાથેની વાતચીતમાં અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે શનિવારે સી ટીમની બેઠક યોજી અને આખી રણનીતિ નક્કી કરી હતી. અમોઍ ૪૯ ટ્રેન્ડ ટીમ મેદાને ઉતારી છે, અમારી પોંલિસની બહેનો ટ્રેડીશ્નલ ડ્રેસમાં સહુ સાથે રહી, તમામ હરકત પર નજર રાખશે, કોઈ ગરબડ જણાયે તુરંત સ્થળ પર રહેલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને જાણ કરી, દર્દ મુજ્બ દવા કરે છે. ૫૦૦ સિનિયર ઓફિસરના માર્ગદર્શનમાં ૧૪૦૦૦ પોલિસ દળ ખડે પગે રહેશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
