<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

વડાપ્રધાન મોદીના અંબાજી પ્રવાસને લઇ અંબાજીમાં નો ફ્લાય ઝોન જાહેર

આગામી ૧૪ નવેમ્બર સુધી અંબાજી તેમજ ચીખલા હેલિપેડ સહિતના આસપાસના વિસ્તારોને 'નો ફ્લાય ઝોન' જાહેર કરાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના આગામી અંબાજી પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, આજથી આગામી ૧૪ નવેમ્બર સુધી અંબાજી તેમજ ચીખલા હેલિપેડ સહિતના આસપાસના વિસ્તારોને 'નો ફ્લાય ઝોન' (No Fly Zone) જાહેર કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન સુરક્ષાના કારણોસર આ વિસ્તારોમાં ડ્રોન, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ કે અન્ય કોઈપણ પ્રકારના ઉડ્ડયન સાધનો ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

(4:10 PM IST)