<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

પર્યાવરણના ભોગે વિકાસ નહીં : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

બે દાયકામાં ફોરેસ્‍ટ વિસ્‍તાર ૭૦.૬૪ ચોરસ કિલોમીટર વધ્‍યો અને ૩ વર્ષમાં ૭૮૯ વન કવચનું નિર્માણ : પોરબંદરના ઓડેદરામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે સર્વોદય વનની સાથે ૧૧૩ કરોડના ૧૪ વિવિધ વિકાસકામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત : ર૦ કરોડના ખર્ચે તૈયાર સર્વોદય વનમાં ૭૦ પ્રકારની વિવિધ પ્રજાતિના દોઢ લાખ રોપાનો ઉછેર : ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં મેતા નર્સરી નિર્માણ માટે ૭ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. થયા : સમૃધ્‍ધ સર્વોદય વન અને વિવિધ વૃક્ષોના વાવેતરથી પોરબંદરની પ્રકૃતિમાં ઉમેરો : પ્રવીણભાઇ માળી : ડો. મનસુખભાઇ માંડવિયાએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી ૭૭માં રાજયકક્ષાના વન મહોત્‍સવ નિમિત્તે સર્વોદય વનના લોકાર્પણ માટે શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં પોરબંદરના વિકાસની ગતિને વેગ મળ્‍યો : અર્જુનભાઇ મોઢવાડિયા

પોરબંદરમાં સર્વોદય વન ખુલ્લુ મુકાયું :પોરબંદરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સર્વોદય વન સાથે કરોડોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત સમારંભની તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રઃ ૭૭માં મહોત્‍સવ અન્‍વયે ‘સર્વોદય વનનું' મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે લોકાર્પણ કરતા જણાવેલ કે, સર્વોદય વન મંત્રીશ્રી - વન રાજ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં સર્વોદય વન ૧૪ હેક્‍ટર વિસ્‍તારમાં ૭૦ જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખથી વધુ રોપાઓ સાથે પોરબંદરમાં રૂ. ૨૦ કરોડના ખર્ચે વિકસાવાયું ‘સર્વોદય વન' સહિત  રૂા.૧૧૩ કરોડના ૧૪ વિકાસ કામોની ભેટ આપતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇએ જણાવેલ કે,  પર્યાવરણના ભોગે વિકાસ નહીં  અને પર્યાવરણનું જતન-સંવર્ધન આપણી સંસ્‍કળતિમાં વણાયેલું છે.

મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે સર્વોદય વન લોકાર્પણ સાથોસાથ પોરબંદર જિલ્લામાં ૧૧૩ કરોડના ૧૪ જેટલા વિવિધ વિકાસ કામોના પણ લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્‍યે પ્‍લોટ તથા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને સાધન સહાય વિતરણ પણ કર્યું હતું.

વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્‍યમંત્રી પ્રવિણકુમાર માળીની ઉપસ્‍થિતિમાં યોજાયેલા આ ગરિમામય સમારોહમાં મુખ્‍યમંત્રીશ્રીએ વન ઉપજ ચેકનું સંબંધીત ગ્રામ-તાલુકાને વિતરણ પણ કર્યું હતું.  મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે વન મહોત્‍સવને પર્યાવરણ અને વિકાસને સાથે લઈને ચાલવાનો સંકલ્‍પ ઉત્‍સવ ગણાવ્‍યો હતો. તેમણે સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ રાજ્‍યમાં પર્યાવરણ સરંક્ષણની આખી ઈકોસિસ્‍ટમ ઉભી કરી છે. આપણે પર્યાવરણના ભોગે નહીં પરંતુ પર્યાવરણ જતન અને સંવર્ધન સાથેનો વિકાસ કર્યો છે.

વડાપ્રધાનશ્રીએ ધરતી માતાનું હરિયાળું કવચ વધારવા શરૂ કરાવેલી ‘વન કવચ' અને ‘એક પેડ માં કે નામ' યોજનાઓની ભૂમિકા આપતાં મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, પાછલા ત્રણ વર્ષમાં રાજ્‍ય વ્‍યાપી ૭૮૯ વન કવચનું ૧૧૪૦ સેક્‍ટર વિસ્‍તારમાં નિર્માણ થયું છે. એટલું જ નહીં, એક પેડ મા કે નામ ૩.૦ કરોડ રોપાઓના લક્ષ્યાંક સાથે અત્‍યાર સુધીમાં ૬.૯ કરોડ રોપા વાવેતર પૂર્ણ કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ પ્રિય વિકાસ અને ગ્રીન કવર વધારવા સાથે વન્‍યજીવ સળષ્ટિના સંરક્ષણ જતન-સંવર્ધન માટે કરેલા પ્રયાસો સફળ થયા છે. સિંહની વસ્‍તી વધીને ૮૫૧ થઈ છે અને વિચરણ વિસ્‍તાર પણ વધ્‍યો છે. બરડા હવે સિંહોના રહેઠાણનું સ્‍થળ બન્‍યું છે તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ ઉપરાંત પાછલા બે દશકમાં રાજ્‍યનું ફોરેસ્‍ટ કવર ૭૦.૬૪ કિલોમીટર વધ્‍યું છે અને વળક્ષ વાવેતરમાં ૨૫૯૬ ચોરસ કિલોમીટર, ગ્રીન કવર ૨૪૬૧ ચોરસ કિલોમીટર અને મેનગ્રુવ કરવામાં ૨૫૩ કિલોમીટરનો વધારો થયો છે તેનો પણ મુખ્‍યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ વન, વન્‍યજીવ સળષ્ટિ અને પર્યાવરણના જતન સાથે વિકાસના સંવર્ધનથી વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાનો સંકલ્‍પ લેવા પણ સૌને આહવાન કર્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્લા ૩ વર્ષમાં પોરબંદરના વિકાસકાર્યોની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે,   બરડા ડુંગરમાં વર્ષ ૨૦૨૩માં પ્રથમ સિંહ આવ્‍યા બાદ હાલમાં ૨૬ સિંહોનો વસવાટ થયો છે. જંગલ સફારી, દેવળિયા જેવા સફારી પાર્કની મંજૂરી, રૂ.૨૦૦ કરોડના ખર્ચે પક્ષી અભયારણ્‍ય અને મેઢા ક્રીક ખાતે બર્ડ સેન્‍ચ્‍યુરીનું આયોજન, કુછડી ખાતે આશરે રૂ.૨૭ હજાર કરોડના ખર્ચે આંતરરાષ્‍ટ્રીય શિપ બિલ્‍ડિંગ યાર્ડ, પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો તથા અમદાવાદ-રાજકોટ-પોરબંદર સહિતના રૂ.૧ લાખ કરોડના ચાર એક્‍સપે્રસવે પ્રોજેક્‍ટ્‍સ જેવી કામગીરીથી વિકાસને વેગ મળ્‍યો છે.

વન-પર્યાવરણ રાજ્‍યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ દરિયાઈ પ્રકળતિ, રાયણ-શરૂ સહિતના વિવિધ વળક્ષોની લાક્ષણિકતા, બરડા અભયારણ્‍યમાં જોવા મળતું દુર્લભ વન્‍યપ્રાણી કીડીખાઉંનો ઉલ્લેખ કરી પોરબંદર જિલ્લાની વિશેષતા રજૂ કરી હતી.

તેમણે વિવિધ વળક્ષના વાવેતરથી સમળદ્ધ શ્નસર્વોદય વનઙ્ખને પોરબંદરની પ્રકળતિમાં ઉમેરો ગણાવી તમામ વનઅધિકારીઓ અને કર્મચારીઓને આ વન તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવ્‍યાં હતાં.

૭૭ મા રાજ્‍યકક્ષાના વન મહોત્‍સવ નિમિત્તે પોરબંદરના સાંસદ તથા કેન્‍દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી  ડો. મનસુખ માંડવિયાએ વર્ચ્‍યૂઅલ માધ્‍યમથી પોતાનો શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો.

મુખ્‍યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્‍તે નમો વડ વન, પ્રકળતિ થી સંસ્‍કળતિની વાત વણી લેતુ ફ્રોમ વન ટૂ વંદન, બરડા ડૂંગરના પુનરૂત્‍થાનની ગાથા વર્ણવતું બરડા-અ લેન્‍ડસ્‍કેપ ઓફ હોપ, સ્‍ટેટસ સર્વે ઓફ ડૂગોંગ એન્‍ડ અધર મરિન મેમલ્‍સ એન્‍ડ ઈકોલોજીકલ એસેસમેન્‍ટ ઓફ સીગ્રાસ હેબિટાટ્‍સ એરાઉન્‍ડ નરારા એન્‍ડ એડજસેન્‍ટ આઈલેન્‍ડ્‍સ ગલ્‍ફ ઓફ કચ્‍છ પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું અને પી.પી.પી. ધોરણે મેગા નર્સરી નિર્માણ માટે ૭ કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યાં હતાં.

સર્વોદય વનના લોકાર્પણ પ્રસંગે સાંસદ  જીતેન્‍દ્રભાઈ કણજરીયા, ધારાસભ્‍ય  કાંધલભાઈ જાડેજા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન આડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખિરિયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, વન વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ, વન સંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્‍ટ ફોર્સ  જયપાલસિંહ, રેન્‍જ આઈજી  ચુડાસમા, ડેપ્‍યુટી મેયર  મનિષ શિયાળ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી વિમલભાઈ કરગથરા, જિલ્લાના મહામંત્રી પ્રવીણભાઈ ખોરવા,  રાજેશભાઈ કરગટિયા, પ્રવીણભાઈ આડેદરા, શહેર ભાજપ પ્રમુખ  લકિરાજસિંહ વાળા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ જયેશભાઈ ભૂતિયા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાણીબેન પરમાર, આડેદરા ગામના સરપંચ શ્રીમતી સેણીબેન છેલાણા સહિતના પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:35 AM IST)