<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જીત મેળવ્યા બાદ તાત્કાલિક શાળાની મુલાકાતે પહોંચ્યાં નિવાલ્દા તાલુકા પંચાયતના ઉમેદવાર મનીષાબેન વસાવા

જીત બાદ શિક્ષણ માટે ચિંતિત AAP ઉમેદવાર મનીષાબેન વસાવાની શાળા મુલાકાત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્ડા તાલુકા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર મનીષાબેન જશુભાઈ વસાવાએ 2236 મતોથી ભવ્ય જીત નોંધાવી છે. જીત મળ્યાના બીજા જ દિવસે તેઓ જાહેર જીવનમાં સક્રિય બની લોકો વચ્ચે દેખાયા હતા.
જીત બાદ તરત જ તેમણે શિક્ષણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં ખોખરા ઉમર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મધ્યાહન ભોજનના રસોડા કર્મચારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી શાળાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મનીષાબેન વસાવાએ વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કરી તેમને સારો અભ્યાસ કરીને પોતાના ઉજ્જવળ ભાવિ માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.
આ ઉપરાંત તેમણે આંગણવાડી-1 અને આંગણવાડી-2 ગામોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી અને શિક્ષણ તેમજ વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સ્થાનિક સ્તરે મનીષાબેન વસાવાની આ સક્રિયતા અને શિક્ષણ પ્રત્યેની ચિંતાને લઈને લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

(11:05 PM IST)