તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
સેલંબા ખાતે જુગાર રમતા નવ જુગારીઓને રૂપિયા ૩૬,૮૦૦ ના મુદામાલ સાથે સાગબારા પોલીસે ઝડપી લીધા
સેલંબા ગામમાં જુગાર પર સાગબારા પોલીસે છાપો મારી મુદામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં જુગાર પર સાગબારા પોલીસે છાપો મારી મુદામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે તપાસ દરમિયાન જુગાર પર રેડ કરતા ત્યાંથી (૧) ધુપભાઇ શિવરામ તડવી(૨) કરણભાઇ ઉકડીયાભાઇ તડવી (૩) સુનીલ શ્યામરામ વેડાંણે ઉ (૪) સંતોષભાઇ મંગાભાઇ કોળી(૫) ગણેશભાઇ સંજયભાઇ કોળી (૬) કમલેશભાઇ વસંતભાઇ સાઠે (૭) રાજેન્દ્રભાઇ સુદામભાઈ કોળી (૮) મનોજકુમાર ગણેશભાઇ માળી તેમજ (૯) આકાશભાઇ દિપકભાઇ મંકેશ્વર ( તમામ રહે.સેલંબા તા.સાગબારા જી.નર્મદા )નાઓએ સેલંબા ( ઇન્દીરા આવાસ) ખાતે જાહેર રોડ પર સુનિલભાઇ શ્યામરામ વેડાંણે નાઓના રહેણાંક ઘરના આગળ રોડ પર જુગાર રમતા હોય જે જગ્યાએ દાવ ઉપરથી જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૩૬૦૦/- તથા પકડાયેલ શખ્શોની અંગ ઝડતીમાંના રોકડા રૂ.૯,૨૦૦/- મળી કુલ રોકડા રૂા.૧૨,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૪ જેની કુલ કિં.રૂ.૨૪,૦૦૦/- મળી કુલ્લ કિં.રૂા.૩૬,૮૦૦/- નો મુદ્દામાલ સાથે તમામ. નવ ને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
