News of Monday, 2nd November 2026
અમદાવાદના નિકોલમાં બેકાબૂ કારચાલકે રસ્તા પર બેઠેલા પાથરણાવાળાને અડફેટે લેતા 1 વ્યક્તિનું મોત:બે ગંભીર
કારમાંથી બિયરની બોટલો પણ મળી હોવાની ચર્ચા : ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ;અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે સોમવારે(2 નવેમ્બર)ની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બેકાબૂ કારચાલકે રસ્તાની બાજુમાં બેઠેલા પાથરણાવાળાને અડફેટે લેતા મોટી દુર્ઘટના ઘટી છે. આ બનાવમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. જેમાં તપાસ કરતા કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી છે. આ ગંભીર બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
