તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાજપીપળામાં નવી ચૂંટાયેલી પાંખ ગામના રસ્તા બનાવી લોકોની તુટતી કમ્મર બચાવે તેવી માંગ
આખા ગામના રસ્તા પર ખાડા હોય વારંવાર ડામરિંગ કરવાથી માર્ગો હદ બહાર જાડા થતા, પાણી કે અન્ય કામ માટે ખોદકામ કરવું મુશ્કેલ છે: જૂની સ્ટેટ સમયની લાઇનો વારંવાર લીકેજ થાય છે તો ફિલ્ટર પાણી ની બાકી લાઇનની કામગીરી પૂરી કરી લોકોની સમસ્યાનો પાલિકા અંત લાવે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક અને રાજવી નગરી તરીકે ઓળખાતા રાજપીપળા શહેરમાં લાંબા સમયથી મુખ્ય માર્ગો અને શેરીઓ માં રસ્તા કમ્મરતોડ છે તો નવી ચૂંટાયેલી પાંખ તાબડતોબ રસ્તાની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ છે.
રાજપીપળામાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી થયા બાદ મુખ્ય માર્ગ અને ગલીઓ માં પણ રસ્તા ખોદાઈ જતા ઠેર ઠેર ખાડા હોય લોકોની કમ્મર અને વાહનોને નુકશાન થાય છે અને ખાસ વાત કરીએ તો ગામના રસ્તા પર અનેકવાર ડામરિંગ થતા રસ્તા એકદમ જાડા થયા છે કેમ કે જૂના રસ્તા પર જ ફરી ડામર કરાઈ માટે ડામર ના પડ ઉપર પડ આવું અનેકવાર થતા હવે રસ્તાની જડાઈ વધી છે તેવાં માં અંડરગ્રાઉન્ડ પાણી ની લીકેજ લાઇનો માટે કર્મચારીઓ એ ખોદકામ કરવું પણ મુશ્કેલ બને છે તો હવે પાલિકા તંત્ર જ્યારે રસ્તા બનાવે ત્યારે જૂના માર્ગો પર થી આખો ડામર હટાવી નવેસર રોડ બનાવે તો યોગ્ય કામગીરી થશે.
આજ રીતે શહેરમાં પીવાના પાણીની ઘણી જગ્યા એ સમસ્યા હોય જૂની સ્ટેટ વખતની પાણીની લાઈનો કે જે સડી ગઈ હોવાથી અનેકવાર લીકેજ નો પ્રશ્ન આવતા જે તે વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં પાણી ની સમસ્યા સર્જાય છે માટે ઘણા સમય થી અધુરી રહી ગયેલ ફિલ્ટર પાણીની લાઈનો પૂરી કરી શહેરીજનોને ફિલ્ટર પાણી સાથે લીકેજની સમસ્યામાંથી પણ છુટકારો અપાવે તેવી લોકમાંગ છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
