તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
બનાસકાંઠા ચર્ચાસ્પદ કિંજલ રબારી કેસમાં નવો વળાંક: અપહરણ નહીં પણ મરજીથી ગઈ હોવાનો વકીલનો દાવો
બનાસકાંઠામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે વકીલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે યુવતી પોતાની સ્વેચ્છાએ ગઈ હતી.

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે ચકચાર જગાવનાર કિંજલ રબારીના કથિત અપહરણ મામલે આ કેસમાં એકદમ નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં અશોક ચૌધરી અને કિંજલ રબારીના અધિકૃત વકીલે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપીને સમગ્ર ઘટના પરથી રહસ્યનો પડદો હટાવ્યો છે. વકીલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કિંજલ રબારીનું કોઈ જ અપહરણ કરવામાં આવ્યું ન હતું, પરંતુ આ સમગ્ર મામલો ધારણાથી તદ્દન વિપરીત છે અને યુવતીએ પોતાની સંપૂર્ણ મરજીથી આ પગલું ભરેલું છે.
મળતી માહિતી મુજબ વકીલે આપેલા નિવેદન અનુસાર, કિંજલ રબારીએ પોતે જ સામેથી અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને તે પોતાની મરજીથી તેની સાથે ગઈ હતી. સીસીટીવી કે ઘટનાના પુરાવા તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું કે, કિંજલ જાતે જ કારનો દરવાજો ખોલીને ગાડીમાં બેસી હતી, જેથી બળજબરીથી કે ધાકધમકી આપીને અપહરણ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
આ સાથે જ વકીલે કિંજલ અને અશોક ચૌધરી વચ્ચેના સંબંધો અંગે મહત્વનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કિંજલના અશોક ચૌધરી સાથેના લગ્ન સંપૂર્ણપણે કાયદેસર છે અને હાલમાં પણ ચાલુ છે. આ લગ્ન બાબતનો કેસ હાલમાં રાધનપુરની નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
તદુપરાંત, પોતાની સુરક્ષા અને સ્થિતિ અંગે કિંજલ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને પણ લેખિતમાં પત્ર લખીને સમગ્ર હકીકતથી જાણ કરી દેવામાં આવી છે. વકીલના આ નિવેદન બાદ હવે કથિત અપહરણના આક્ષેપો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને સમગ્ર મામલો અલગ જ કાનૂની દિશા તરફ જઈ રહ્યો છે.
વકીલના આ ચોંકાવનારા નિવેદન બાદ અત્યાર સુધી ચર્ચામાં રહેલા કથિત અપહરણના આક્ષેપો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને આ સમગ્ર પ્રકરણ હવે એક અલગ જ કાનૂની દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં કોર્ટની કાર્યવાહી અને પોલીસ તપાસના આધારે આ મામલે વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે, જ્યારે બીજી તરફ આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
