તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
રાજ્યના વહીવટી ક્ષેત્રે એક સાથે 17 પ્રમોટેડ આઈએએસ અધિકારીઓની નવી બદલી અને નિમણૂકના આદેશ જાહેર
જીઆઈડીસી (GIDC), જીપીએસએસબી (GPSSB), પ્રવાસન નિગમ અને વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર કક્ષાની મહત્વની જગ્યાઓ પર સનદી અધિકારીઓને તાત્કાલિક ધોરણે નવી જવાબદારીઓ સોંપાઈ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી ક્ષેત્રે એક સાથે 17 અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકારના નોટિફિકેશન આધારે પ્રમોશન મેળવીને આઈએએસ (IAS) કેડરમાં સામેલ થયેલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી ઇન-સીટુ (In-situ) ધોરણે વહીવટી વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષરથી આ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અલગ-અલગ બે જાહેરનામા અનુસાર, બી. કે. જોશી IAS) ને ગાંધીનગર ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય વરિષ્ઠ અધિકારી આર. એન. કુચરા ને અરવલ્લી-મોડાસા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય આર. પી. પટેલ ની મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં એડિશનલ કલેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે.
વહીવટી સુધારાના ભાગરૂપે સી. બી. ગણાત્રા ની સચિવાલય ખાતે રાજ્ય કક્ષાના મંત્રીના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નાગરિક પુરવઠા નિયામક કચેરીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સી. એ. ગાંધી કાર્યભાર સંભાળશે. તેમજ બી. એન. પટેલ ને ગુજરાત ગેસ લિમિટેડ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સેક્રેટરી તરીકે એમ. કે. જોશીની નિયુક્તિ કરાઈ છે.
ગવર્નર ઓફિસ ખાતે હાઉસહોલ્ડના કમ્પ્ટ્રોલર તરીકે એ. કે. જોશી ની નિમણૂક થઈ છે. ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કે. એસ. ઝાલા ની વરણી કરાઈ છે. વી. કે. જાદવ વિકસતી જાતિ કલ્યાણ વિભાગના ડાયરેક્ટર બન્યા છે. જિયોલોજી અને માઈનિંગ કમિશનરેટમાં ઓએસડી તરીકે ડી. કે. પટેલની પસંદગી થઈ છે.
વડોદરા ખાતે એડિશનલ કલેક્ટર (સિંચાઈ) તરીકે બી. એચ. પટેલ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના સેક્રેટરી તરીકે આઈ. આર. વાળાની વરણી કરાઈ છે. વલસાડમાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે એમ. ડી. ચુડાસમા અને વડોદરામાં એડિશનલ કલેક્ટર (નર્મદા) તરીકેબી. એસ. પ્રજાપતિની નિયુક્તિ કરાઈ છે.
અંતે, સુરતમાં પ્રાદેશિક વિશ્લેષણ સમિતિના જોઈન્ટ કમિશનર તરીકે વી. જી. પટેલ, રાજકોટ ડીઆરડીએ (DRDA) ના ડાયરેક્ટર તરીકે એ. કે. વસ્તાણી અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સીઈઓ તરીકે પી. બી. રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
