તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ચુકાદાના અમલમાં વિલંબ, કોર્ટ અવમાનની સ્થિતિ રોકવા માટે નવી કડક SOP જાહેર
વિભાગોને તાકીદઃ હાઈકોર્ટના ચુકાદાઓ પર ગુજરાત સરકારનું ટાઇમ બાઉન્ડ એક્શન : ચુકાદો સ્વીકાર્ય હોય તો તાત્કાલિક અમલ કરો, અપીલ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવી જરૂરી

અમદાવાદ તા.૮: ગુજરાત સરકારે રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે નવી કડક અને સ્પષ્ટ SOP નક્કી કરી છે. જે અંતર્ગત અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ sખો મુખ્ય હેતુ ચુકાદાઓના અમલમાં થતો ભિનજરૂરી વિલંબ અટકાવવાનો અને કન્ટેન્ટ ઓફ કોર્ટ એટલે કે, અદાલતની અથમાનનાની નોબત રોકવાનો છે. આવ્યવસ્થામાં હાઈલેર્ટના ચુકાધ બાદ વિભાગો સમક્ષ ઉપલબ્ધ વિકલ્પો અને તેમની ચુકાધ પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ, ન્યાયાલયના નિર્ણય ભાદ સમયસર કાર્યવાહી ન થવાથી આદેશના અમલમાં વિલંબ થાય છે. નવી SOP આ વહીવટી વિલંબ ટાળવા માટે પ્રક્રિયાને ટાઈમ-બાઉન્ડ બનાવે છે.
જો સંબંપિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવી પડશે. જ્યારે વિભાગને ચુકાદા સામે અપીલ કરવી હોય તો વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં ક્ષિટિગેશનની કાર્યવાહી શરૂ કરવાની રહેશે. આ સાથે કાયદા વિભાગે ૨૯, જૂન ૨૦૨૪ના રોજ જાહેર કરેલા નિર્દેશોનું પાલન સુનિમિત કરવાની જવાબદારી સંબંધિત વહીવટી વિભાગની રહેશે. એટલે કે, જે તે વિભાગે ચુકાદો આવ્યા બાદ તેને પડતર રાખવાને બદલે સમયબદ્ધ રીતે એ નક્કી કરવાનું રહેશે કે નિર્ણય સ્વીકારવો છે કે તેની તેની સામે કાનૂની પ્રક્રિયા હાથ પરવી છે.
અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંષ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજોને ઈ-સરકાર પ્રણાલિમાં અપલોડ કરવા અનિવાર્ય રહેશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોને સ્પષ્ટ હાઈપરલિક સાથે નોંધવા પડશે તથા પ્રસ્તાવમાં જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી પડશે. સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂરી માહિતી નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે
વિલંબ માટે જવાબદારી પણ નક્કી થશેઃ સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરબારસ્ત મોકલવાથી થતો બિનજરૂરી વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કિસ્સામાં નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે તો લાગુ નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી સુનિヘતિ કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.
સમયસર અમલ શક્ય ન હોય, તો કોર્ટ પાસેથી વધારાનો સમય માણી શકાશેઃ કેટલાક કિસ્સાઓમાં વ્યવહાર કારણોસર હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન પણ બને, જેમકે, રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, સેવા સંબંધિત જરૂરી માહિતીનો અભાવ અથવા ચુકાદા વિભાગે હાઈકોર્ટમાં Uclammus Offenciation to the Eterson દાખલ કરીને અનુસાર નિર્ણય લેવાની પ્રક્રિયા પડતર હોવી. આવી પરિસ્થિતિમાં સંબંધિત વધારનો સમય માગવાની કાર્યવાહી કરવાની રહેશે, મહત્વપૂર્ણ રીતે વધારાના સમય માટેની આ અરજી હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમય મર્યાદામાં જ દાખલ કરવાની રહેશે. તેને અંતિમ સમય સુધી પડતર રાખવાને બદલે સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરવાની જવાબદારો સંબંધિત વિભાગની રહેશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
