News of Sunday, 24th May 2026
સાગબારા, ડેડિયાપાડા અને ચિકદા તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખોની સર્વાનુમતે વરણી
ત્રણેય તાલુકાઓમાં વિવિધ પદાધિકારીઓની સર્વાનુમતે પસંદગી થતાં કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા અને ચિકદા તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદોની વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય તાલુકાઓમાં વિવિધ પદાધિકારીઓની સર્વાનુમતે પસંદગી થતાં કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
સાગબારા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત પ્રમુખ પદ માટે જગદિશભાઈ વાહર્યાભાઈ વસાવા તથા ઉપપ્રમુખ પદ માટે પૂજાબેન ગોવિંદભાઈ ગોસાઈની ઉમેદવારી નોંધાઈ હતી. બંને પદ માટે એક-એક ઉમેદવારી નોંધાતા ચૂંટણીની જરૂરિયાત ઉભી ન થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી નિયમો હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ માટે રહેશે.
ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તરીકે પ્રેમિલાબેન કનુભાઈ વસાવા તથા ઉપપ્રમુખ તરીકે અમરસિંગભાઈ વસાવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ સમિતિઓના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી હતી.
ચિકદા તાલુકા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રમેશભાઈ વસાવા તથા ઉપપ્રમુખ તરીકે વિધ્યાબેન વસાવાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. આ સાથે કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી
નાંદોદ : પ્રમુખ : ગોવિંગભાઇ વસાવા ઉપ પ્રમુખ : સુલોચનાબેન બારોટ
તિલકવાડા : પ્રમુખ : મમતાબેન તડવી ઉપ પ્રમુખ : પિયુષકુમાર બારીયા
ગરુડેશ્વર : પ્રમુખ : અનિતાબેન તડવી ઉપ પ્રમુખ : નિલેશભાઈ તડવી
ડેડીયાપાડા : પ્રમુખ : પ્રેમિલાબેન વસાવા ઉપ પ્રમુખ : અમરસીંગભાઇ વસાવા
ચીકદા : પ્રમુખ : રમેશભાઈ વસાવા ઉપ પ્રમુખ : વિદ્યાબેન વસાવા
સાગબારા : પ્રમુખ : જગદીશભાઈ વસાવા ઉપ પ્રમુખ : પૂજાબેન ગોસાઈ
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
