તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના નવા પદાધિકારીઓની સત્તાવાર યાદી જાહેર : પાટનગરના વિકાસ અને વહીવટી ધૂરા સંભાળવા માટે ટોચના પદો પર નામો જાહેર
શાસક પક્ષના નેતા તરીકે જસપાલસિંહ અને દંડક તરીકે સેજલબેન પરમારને સોંપાઈ જવાબદારી : સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોના નામ પણ કરાયા જાહેર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો અને મહત્વપૂર્ણ સમિતિઓની રચનાને લઈને ચાલી રહેલી આતુરતાનો અંત આવ્યો છે. મનપાના નવા શાસક પક્ષ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પાટનગરના વિકાસ અને વહીવટી ધૂરા સંભાળવા માટે ટોચના પદો પર નામોની જાહેરાત કરવામાં આવી છે.
જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની વર્ણી કરાઈ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મહેન્દ્ર દાસની નિમણૂક કરવામાં આવી છે. સાથોસાથ મનપામાં શાસક પક્ષના નેતા તરીકે જસપાલસિંહ અને દંડક તરીકે સેજલબેન પરમારને જવાબદારી સોંપવામાં આવી છે.
મનપાના વિકાસ કાર્યો અને નાણાકીય નિર્ણયો માટે મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ વોર્ડમાંથી પ્રતિનિધિત્વ કરતા અનુભવી અને સક્રિય કોર્પોરેટરોને સ્થાન અપાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાં મહેન્દ્રભાઈ દાસ (ચેરમેન), મહેશ (વિષ્ણુ) ચૌધરી, ગૌરાંગ પટેલ (વોર્ડ ૧), સોનલ વાઘેલા (વોર્ડ ૨), મિત્તલ ખેમસુરી (વોર્ડ ૩), ધ્વનિ શાહ (વોર્ડ ૫), સોનલબા (વોર્ડ ૭), વિષ્ણુજી (વોર્ડ ૮), અમિષા બેન (વોર્ડ ૮), ધર્મેન્દ્ર નાયી (વોર્ડ ૧૦), કમુબેન માણેકજી (વોર્ડ ૧૧) અને રવિ પટેલ (વોર્ડ ૧૧) નો સમાવેશ થાય છે.
નવા હોદ્દેદારો અને કમિટીના સભ્યોની જાહેરાત બાદ પાટગનરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ, રસ્તાઓ, પાણી અને સ્વચ્છતા સંબંધિત વિકાસકીય કામગીરીને નવી ઝડપ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને તમામ નવા હોદ્દેદારોએ ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
