<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓ જાહેર :પ્રમુખપદે રાજેશભાઈ પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરીની વરણી

પ્રમુખે કહ્યું - જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને વધુ સઘન બનાવીને વિકાસના કામોને નવી ગતિ આપવી એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે

ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. સામાન્ય સભા પૂર્વે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે

નવા સુકાનીઓની પસંદગી અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જિલ્લા પંચાયત પ્રમુખ પદના ઉમેદવાર રાજેશભાઈ પટેલે પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે, તે બદલ હું પક્ષનો ઋણી છું. જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને વધુ સઘન બનાવીને વિકાસના કામોને નવી ગતિ આપવી એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

રાજેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સાસંદ અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તારમાં આવતા વિવિધ વિકાસ કાર્યોને પણ વધુ વેગવંતા બનાવવામાં આવશે. લોકોએ જે જનાદેશ અને વિશ્વાસ અમારા પર મૂક્યો છે, તેના પર ખરા ઉતરીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરીશું.

(1:56 PM IST)