<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

નશાબંધી અને આબકારી વિભાગની બેઠકમાં દારૂના નવા ભાવ નક્કી કરાયા

પોલીસે જપ્ત કરેલા દારૂ-બિયરના નવા દર નક્કી કરાયા

 

 

અમદાવાદ,તા.૨૫: પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરાયા, હવેથી પોલીસ દ્વારા દારૂનો ગણનાપાત્ર કેસ કરવામાં આવે ત્‍યારે નવા દર મુજબ ભાવ ગણાતા મુદ્દામાલની કિમત વધશે.

ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના ભાવના આધારે જપ્ત કરાયેલા મુદ્દામાલની કિમત નક્કી કરવામાં આવે છે. ત્‍યારે રાજ્‍યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરાયા છે. જે અનુસંધાનમાં પોલીસ હવે ગણતરીમાં નવા ભાવ લેશે. આ ઉપરાંત, લિકર લાયસન્‍સ ધરાવતા લોકોને આપવામાં આવતા દારૂ-બિયરની વિવિધ બ્રાન્‍ડની કિમત પણ જાહેર કરવામાં આવી છે. નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડાયું અગાઉ કરતા ૫ થી ૧૦ ટકાનો વધારો કરાયો

ગુજરાત પોલીસ દ્વારા પ્રતિ વર્ષ કરોડોનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. જેમાં પોલીસ વિદેશી દારૂની બોટલના ભાવ પ્રમાણે દારૂની કિમત નક્કી કર્યા બાદ કુલ મુદ્દામાલની કિમત જાહેર કરવામાં આવે છે. રાજ્‍યનું નશાબંધી અને આબકારી વિભાગ વિદેશી દારૂ અને બિયરની કિમત નક્કી કરે છે. લિકર લાયસન્‍સ ધરાવતા લોકોને પણ હોટલમાંથી મળતા દારૂ-બિયરની કિમત જાહેર કરવામાં આવે છે. ત્‍યારે તાજેતરમાં નશાબંધી અને આબકારી વિભાગે ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ-બિયરના બ્રાન્‍ડ પ્રમાણે નવા ભાવ જાહેર કરતો પરિપત્ર બહાર પાડ્‍યો છે. જેમાં ગત વર્ષ કરતા દારૂ-બિયરના ભાવમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો જાહેર કરાયો છે. હવે પોલીસ દ્વારા દરોડાની કામગીરી દરમિયાન જપ્ત થતા મુદ્દામાલમાં નવી કિમત ધ્‍યાનમાં લેવામાં આવશે.(૪૦.૯)

 

(10:12 AM IST)