તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
એક નવી ફેશનઃ જાસુસી તંત્રને ભરોસે લગ્નજીવન
હવે લગ્નસંબંધનો પાયો ડિટેક્ટિવએ આપેલાં કેરેક્ટર સર્ટિફિકેટ પર નિર્ભર : સુરત, વડોદરા, આણંદ તથા ઉત્તર ગુજરાતમાંથી પણ ઈન્કવાયરીઃ યુકે, યુએસ, કેનેડામાં વસતાં એનઆરઆઈ પરિવારોમાં ચલણ વધુ

અમદાવાદ,તા.૧: રવિવાર ડિજિટલ યુગમાં લગ્નસંબંધનો પાયો પરસ્પરના વિશ્વાસના બદલે એકબીજાએ આપેલી માહિતીમાં કેટલી ખરાઈ છે તેના પર નિર્ભર બન્યો છે. અમદાવાદમાં વર્ષે પ્રિ અને પોસ્ટ મેરેજ ઈન્વેસ્ટિગેશન માટે જાસૂસી સંસ્થાના ટેબલે ૭થી ૮ હજાર જેટલી ઈન્વાયરી આવે છે. જેમાં સૌથી વધુ ૨૧થી ૩૫ વર્ષના યુવાનો વધુ હોય છે. અમદાવાદ જ નહીં સુરત, વડોદરા, આણંદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાંથી પણ આવી ઈન્કવાયરી આવે છે. આ હજારો કેસ સાબિતી આપે છે કે આજુના યુવા પરિવારજને મધ્યસ્થી કરતાં જસોએ આપેલા કેરેક્ટર સર્ટિફિકેટ પર વધુ ભરોસો દાખવે છે.
અમદાવાદમાં ચાલતી ૧૫થી ૨૦ જેટલી ખાનગી જાસૂસી સંસ્થામાં વર્ષે પ્રિ મેરેજ એટલે કે લગ્ન પહેલાંની સૌથી વધુ આશરે હજારથી પણ વધુ ઈન્વાયરી હોય છે. જ્યારે પોસ્ટ મેરેજ એટલે કે લગ્ન પછી ઈન્વેસ્ટિગેશન માટે બે હજારથી વધુ પૂછતાછ થાય છે. પોસ્ટ મેરેજ વેરિફિકેશન અંગે જાસૂસી સંસ્થા ચલાવતા વિશાલ ત્રિવેદી જણાવે છે કે, લગ્નના થોડાં સમયબાદ જો દંપતી પૈકી કોઈ એક પાત્ર ફોનમાં લગાવે કે પાસવર્ડ બદલી દે, થોડો આક્રમક નાની વાતે બોલચાલ થાય છે, તેવા સમયે પતિ છે, અથવા પત્ની જેના પર શંકા હોય તેના માટે સામેવાળુ પાત્ર તે ક્યાં જાય છે, શું કરે તેનું કોઈ સાથે અફેર ચાલે છે કે કેમ તે જાણવા ડિટેક્ટિવની મદદ લે છે. છેલ્લાં સાતેક વર્ષમાં આવા ઈન્વેસ્ટિગેશનમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે.
બીજી બાજુ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા શિવ શાહ પ્રિ મેરિટલ ઈન્વેસ્ટિગેશન વિશે જણાવે છે કે, એક સમયે લગ્નની બાબતો ઘર- સમાજના વડીલોની મધ્યસ્થીથી નક્કી કરાતી હતી. તે હવે મેટ્રિમોનિયલ સાઈટ્સ અને ડેટિગ એપ મારફતે થાય છે. સમયે સામેવાળી અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો કે નહીં તે બાબતે યુવાનો અને તેમના પરિવારજનો મૂંઝવણમાં મૂકાય છે. જેથી પરિવારો ડિટેક્ટિવની મદદથી સામેવાળા પાત્રની આખી કુંડળી કઢાવે છે. તેને આપેલી માહિતી સાચી છે કે નહીં તેને કોઈ વ્યસન છે, પરિવારમાં કોઈપર ક્રિમિનલ કેસ છે કે નહીં, કોઈ ગંભીર બીમારી છે કે નહીં તેની સચિટ માહિતી એકત્ર કર્યા બાદ જ પ્રભુતામાં પગલાં ભરે છે. ખાસ કરીને યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસતા એનઆરઈ પરિવારો જ્યારે ભારત તેમજ ગુજરાતમાં રહેતાં યુવક કે યુવતી સાથે પોતાના સંતાનના લગ્ન નક્કી કરતાં પહેલાં આવી તપાસ વધુ કરાવે છે. જો તપાસમાં કંઈ અણગમતું બહાર આવે તે લોકો સંબંધ તોડી પણ નાંખતા હોય છે. છેલ્લાં એક દાયકામાં આનું પ્રમાણ ૪૦થી ૫૦ ટકા વધ્યું છે.(સાભાર ગુજરાત સમાચાર, અમદાવાદ)
લગ્ન પહેલાં યુવતીઓ પર જાસૂસીનું ચલણ વધ્યું
લગ્ન એ બે વ્યક્તિની સાથે જ બે પરિવારોનું પણ મિલન છે. આજના સમયે પરિવાર પોતાના સંતાન માટે કોઈ જોખમ લેવા તૈયાર નથી. પહેલાંના સમયે યુવતીઓ લગ્ન પહેલાં જ સુરક્ષાના હેતુથી પોતાના ભાવી ભરથારના સ્વભાવ તેમજ એવક જાણવા માટે જાસૂસોની મદદ લેતી હતી. જ્યારે હાલ મોટાભાગના કાયદા ષીતરફેણના છે. સામે યુવકોને કાયદાની આંટીઘૂંટીમાં ફસાવવાનો ભય હોવાથી આજે પહેલાની સરખામણીએ વધુ યુવકો લગ્ન પહેલાં યુવતીઓની માહિતી મેળવવા જાસૂસની મદદ લે છે. આર્જે છેલ્લાં પાંચ-સાત વર્ષથી દર ૧૦૦ પૈકી ૭૦ કેસમાં યુવતિઓ પર ઈન્વેસ્ટિગેશન વધુ થાય છે.
જન્માક્ષરની સાથે ડિટેક્ટિવની મદદથી હેલ્થચાર્ટ મેળવતા યુવાનો
લગ્નજીવનમાં પ્રવેશતા પહેલાં માત્ર જન્માક્ષર જ નહીં પરંતુ ભાવી જીવનસાથીની સ્વાસ્થ્યની સ્થિતિ જાણવી આજની પેઢીની પ્રાથમિકતા બની છે. પરિવારિક સ્વાસ્થ્ય અને આનુવાંશિક બીમારીઓ વિશેની અસ્પષ્ટતા દૂર કરવા હવે લોકો જાસૂસની મદદ લે છે. સામાન્ય રીતે લગ્ન પહેલાં લોકો થેલેસિમિયા, બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ વિશે જાણકારી માંગતા હોય છે. પરંતુ આજકાલ બંને પક્ષે પરિવારો જાસૂસની મદદથી સામેપક્ષે કોઈને કેન્સર, કિડને હાર્ટ, એચઆઈવી જેવી કોઈ ગંભીર બીમારી છે તેની માહિતી પણ માહિતી મેળવે છે.
પત્ની ભરણપોષણથી છટકતા પતિઓની કુંડળી જાસૂસ પાસેથી કઢાવે છે
દંપતિઓ પોતાનો પક્ષ મજબૂત કરવા જાસૂસની મદદ લઈ રહ્યાં છે. જ્યારે છૂટાછેડાની કાર્યવાહી હવે માત્ર કાયદાકીય લડત રહી નથી. તેમાં પણ હવે છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમથી બચવા પતિઓ પોતાની આર્થિક સદ્ધરતા કે આવક છૂપાવે છે. ત્યારે પત્નિઓ ડિટેક્ટિવની મદદથી પતિના વ્યવસાય તેમજ આવક સહિતના પુરાવા એકત્ર કરાવે છે. જે તેઓને કોર્ટમાં એલિમની મેળવવા માટે વધુ મજબૂત સબુત આપે છે. બીજી તરફ બાળકોની કસ્ટડી સમયે પતિઓ ડિટેક્ટિવની મદદ લે છે. પત્ની બાળકોની જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે કે નહીં, બાળકો સાથે કેવું વર્તન કરે છે, બાળકના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખે છે કે નહીં તે સહિતની માહિતી મેળવે છે.
જાસૂસીમાં વપરાતા ઉપકરણોનું વેચાણ વધ્યું
અંગત જીવન તેમજ વ્યાવસાયિક ક્ષેત્રે વ્યક્તિઓની જાસૂસી કરવવાના કિસ્સા વધી રહ્યાં છે. કેટલાક લોકો ડિટેક્ટિવની મદદ લે છે, તો કેટલાક પોતે જાસૂસ બનીને જે- તે વ્યક્તિની માહિતી એકત્ર કરે છે. જેમાં આધુનિક ટેકુનોલોજી વ્યક્તિ માટે ખૂબ મહત્વનું ઓજાર બન્યું છે. પરિણામે પાંચ-છ વર્ષથ સ્પાય કેમેરા, પેન કેમેરા, જીપીએસ ટ્રેકર, ઓડિયોલિસનિગ ડિવાઈઝ, કેટલાક કમ્પ્યુટર સોફટવેર, ડ્રોન તેમજ દૂરબીન સહિતના સાધનોનું બજારમાં વેચાણ વધ્યું હોવાનો વૈપારીઓ જણાવે છે.
ડિટેક્ટિવના ટેબલે કયા પ્રકારના કેસ આવે છે?
* યુવક-યુવતીનું પ્રિ અને પોસ્ટ મેરેજ વૈરિફિકેશન
* ગુમ વ્યક્તિની શોધખોળ
* પતિ/પત્ની કોઈ ચીટિગ કરે છે કે નહીં તે જાણવા
* બાળકોની કસ્ટડી અને ભરણપોષણ
* બિઝનેસ ઈન્ફોર્મેશન
*ક્રેડિબલિટી ફાયનાન્સિઅલ વેરિફિકેશન
*મિકલતોનું વેરિફિકેશન
*કિશોર દીકરા-દીકરી પર દેખરેખ
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
