<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ અને ડ્રોપના નવા ચાર્જ લાગુ

કેબ-ટેક્‍સીથી મુસાફરી હવે વધુ મોંઘીઃ ચાર્જ કેટલો ચૂકવવો પડશે

અમદાવાદ તા.૨: અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ અને ડ્રોપના નવા ચાર્જ લાગુઃ કેબ-ટેક્‍સીથી મુસાફરી હવે વધુ મોંઘી, જાણો કેટલો ચૂકવવો પડશે!. અમદાવાદના સરદાર વલ્‍લભભાઈ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર ૧ ઓક્‍ટોબરથી કોમર્શિયલ વાહનો માટે પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા ચાર્જ લાગુ કરવામાં આવ્‍યા છે. યલો પ્‍લેટ ધરાવતા ઓલા, ઉબર, રેપિડો સહિતના કોમર્શિયલ વાહનોને હવે ડ્રોપ-ઓફ માટે રૂ. ૫૦ અને પિક-અપ માટે રૂ.

અમદાવાદના સરદાર વલ્‍લભભાઈ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર ૧ ઓક્‍ટોબરથી કોમર્શિયલ વાહનો માટે પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા ચાર્જ લાગુ કરવામાં આવ્‍યા છે. યલો પ્‍લેટ ધરાવતા ઓલા, ઉબર, રેપિડો સહિતના કોમર્શિયલ વાહનોને હવે ડ્રોપ-ઓફ માટે રૂ.૫૦ અને પિક-અપ માટે રૂ.૨૦૦ ચૂકવવા પડશે. આ વધારાનો ખર્ચ અંતે કેબના ભાડા મારફતે મુસાફરો પર પડવાની શક્‍યતા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોમર્શિયલ વાહનો માટે પિક-અપ અને ડ્રોપ-ઓફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. ૧ ઓક્‍ટોબરથી યલો પ્‍લેટ ધરાવતા તમામ કોમર્શિયલ વાહનો માટે નવા ચાર્જ અમલમાં આવ્‍યા છે. એરપોર્ટ પર મુસાફરને મૂકવા આવતા કોમર્શિયલ વાહન માટે ડ્રોપ-ઓફ ચાર્જ રૂ.૫૦ અને મુસાફરને લેવા આવતા વાહન માટે પિક-અપ ચાર્જ રૂ.૨૦૦ નક્કી કરવામાં આવ્‍યો છે. એટલે કે ઓલા, ઉબર, રેપિડો અથવા અન્‍ય કોમર્શિયલ ટેક્‍સી મારફતે એરપોર્ટ જવા કે એરપોર્ટ પરથી આવવા માંગતા મુસાફરો માટે પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે.

હાલ આ નવા એરપોર્ટ ચાર્જ કેબ કંપનીઓના એપમાં દર્શાવાતા ભાડામાં સામેલ કરવામાં આવ્‍યા ન હોય તો ડ્રાઇવરો પાસેથી અલગથી વસૂલાત થઈ શકે છે. તેના કારણે કેબ મારફતે એરપોર્ટ જતાં અથવા એરપોર્ટ પરથી કેબ લેતા મુસાફરોના કુલ ખર્ચમાં વધારો થવાની શક્‍યતા છે. ખાસ કરીને એરપોર્ટથી પિક-અપ માટે રૂ.૨૦૦નો ચાર્જ હોવાથી મુસાફરોને અગાઉની સરખામણીએ વધુ રકમ ચૂકવવી પડી શકે છે. આ નવા નિયમને કારણે એરપોર્ટ આવન-જાવન કરતા નિયમિત મુસાફરો અને કેબ ડ્રાઇવરો બંને માટે ખર્ચ અને વ્‍યવસ્‍થામાં ફેરફાર જોવા મળશે.

નવા ચાર્જની સાથે એરપોર્ટ પર કોમર્શિયલ ટેક્‍સીઓના પાર્કિગની વ્‍યવસ્‍થામાં પણ ફેરફાર કરવામાં આવ્‍યો છે. અગાઉ કોમર્શિયલ ટેક્‍સીઓને ઇન્‍ટરનેશનલ ટર્મિનલ-૨ એટલે કે T2 નજીક પાર્કિગની મંજૂરી આપવામાં આવતી હતી. હવે ટેક્‍સી ઓપરેટરોએ એરપોર્ટ સર્કલ નજીક હોટેલ ઉમેદ પાસે ફાળવવામાં આવેલા નવા પાર્કિંગ વિસ્‍તારનો ઉપયોગ કરવાનો રહેશે. આ ફેરફારનો હેતુ એરપોર્ટ પર કોમર્શિયલ વાહનોની અવરજવર અને ટ્રાફિકને વધુ વ્‍યવસ્‍થિત કરવાનો હોવાનું જણાવવામાં આવ્‍યું છે.

ટર્મિનલ-૧ પર ખાનગી કાર માટે પ્રથમ ૮ મિનિટ સુધી પિક-અપ ફ્રી રહેશે. જોકે, ૮થી ૩૦ મિનિટ સુધી રોકાણ માટે રૂ.૧૫૦ અને ૩૦થી ૬૦ મિનિટ માટે રૂ.૨૦૦નો ચાર્જ લાગશે. બીજી તરફ કોમર્શિયલ કાર માટે T1 પર પ્રથમ ૮ મિનિટનો ચાર્જ રૂ.૧૫૦થી વધારીને રૂ.૨૦૦ કરવામાં આવ્‍યો છે. ૩૦થી ૬૦ મિનિટ સુધી વાહન રોકાય તો રૂ.૩૦૦ ચૂકવવાના રહેશે. T2 પર પણ કોમર્શિયલ કેબ માટે પિક-અપનો ચાર્જ રૂ.૨૦૦ અને ડ્રોપ-ઓફ માટે રૂ.૫૦ નક્કી કરવામાં આવ્‍યા છે. નિર્ધારિત સમય કરતાં વધુ વાહન રોકવામાં આવે તો સમય પ્રમાણે વધારાનો ચાર્જ લાગી શકે છે.

એરપોર્ટના PROના જણાવ્‍યા મુજબ, કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ પ્રવેશ શુલ્‍ક દેશના અનેક મોટા એરપોર્ટ પર અમલમાં રહેલી વ્‍યવસ્‍થાનો ભાગ છે. એરપોર્ટ તંત્ર સુરક્ષા વ્‍યવસ્‍થા, વીજ પુરવઠો, માળખાકીય જાળવણી, ટ્રાફિક મેનેજમેન્‍ટ અને અન્‍ય લેન્‍ડસાઇડ સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે. મુસાફરોને મૂકવા કે લેવા આવતા ડ્રાઇવરો અને મુલાકાતીઓ માટે પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર લાગુ કરાયેલા નવા દરો લેન્‍ડસાઇડ સુવિધાઓના સંચાલન, જાળવણી અને ટ્રાફિક વ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્‍યા હોવાનું એરપોર્ટ તંત્રનું કહેવું છે.

કોમર્શિયલ ટેક્‍સી ડ્રાઇવરો માટે નવા પાર્કિગ વિસ્‍તારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. તેમાં શુદ્ધ પીવાનું પાણી, રેસ્‍ટિંગ ઝોન, વોશરૂમ અને કેન્‍ટીન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૪ કલાક સુરક્ષા વ્‍યવસ્‍થા અને ઘ્‍ઘ્‍વ્‍સ્‍ સર્વેલન્‍સ પણ ઉપલબ્‍ધ રહેશે. એરપોર્ટ તંત્રનું કહેવું છે કે વધતા ટ્રાફિકને વ્‍યવસ્‍થિત રીતે સંભાળવા અને ડ્રાઇવરો તથા મુસાફરોને વધુ સુવિધાજનક અનુભવ આપવા માટે આ પ્રકારના ફેરફારો કરવામાં આવ્‍યા છે.

 

 

 

(10:22 AM IST)