તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અમદાવાદના ભગવાન જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ સંપન્ન : ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો નેત્રોત્સવ પૂર્ણ
નેત્રોત્સવ બાદ ભગવાને ભક્તોને પ્રથમ દિવ્ય દર્શન આપ્યા: રથયાત્રાના સફળ આયોજન માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી

અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરે નેત્રોત્સવ વિધિ આજે સંપન્ન થઈ છે. ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો નેત્રોત્સવ પૂર્ણ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નેત્રલેખનની પવિત્ર વિધિ યોજાઈ હતી. નેત્રોત્સવ બાદ ભગવાને ભક્તોને પ્રથમ દિવ્ય દર્શન આપ્યા હતા. દરમિયાન, રથયાત્રાના સફળ આયોજન માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી. જમાલપુર જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ દ્વારા જણાવાયું કે, આજે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવ્યા. ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
