તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
કડીના મલ્હારપુરામાં ક્રિકેટ રમવા બાબતે પાડોશી પર જીવલેણ હુમલો :આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો
તકરાર ઉગ્ર બનતા એક પાડોશીએ યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો :માથામાં ગંભીર ઈજાઓ થતા તેમને ટાંકા લેવા પડ્યા

મહેસાણા જિલ્લાના કડીના મલ્હારપુરા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરાર ઉગ્ર બનતા એક પાડોશીએ યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને માથામાં ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કડી પોલીસે આ મામલે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઘટનાની વિગત મુજબ મલ્હારપુરામાં રહેતા પાડોશીઓ વચ્ચે રમત દરમિયાન થયેલી સામાન્ય ચર્ચાએ ઉગ્ર તકરારનું રૂપ લઈ લીધું હતું. આ દરમિયાન એક પાડોશીએ આવેશમાં આવી જઈને યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે અંધાધૂંધ પાઇપ મારતા યુવક ગંભીર રીતે ઈજાનો ભોગ બન્યો હતો.
હુમલામાં ફરિયાદી યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત યુવકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
આ મામલે કડી પોલીસે ગંભીર નોંધ લઈને આરોપી પતિ-પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોર દંપતીની ઝડપી પાડવા આગળની તજવીજ શરૂ કરી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
