News of Sunday, 16th August 2026
અમદાવાદના બાવળા નજીક રામનગર ગામના પાટિયા પાસે જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી: ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદના બાવળા નજીક રામનગર ગામના પાટિયા પાસે આવેલી જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં રજા હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે કંપનીમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
