તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
નવસારી જિલ્લા ભાજપ દ્વારા શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી : 9 જેટલા બળવાખોર કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા
આ કાર્યકરોએ પક્ષની શિસ્તને નેવે મૂકીને અન્ય રાજકીય પક્ષો અથવા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી

નવસારી જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શિસ્તના ભંગ બદલ કડક હાથે કામગીરી કરવામાં આવી છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા 9 જેટલા કાર્યકરોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ટિકિટ વિતરણ બાદ પક્ષમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેના પરિણામે કેટલાક કાર્યકરોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, જિલ્લાના ત્રણ મુખ્ય મંડળોમાંથી 9 જેટલા સભ્યોએ પક્ષના માન્ય ઉમેદવારો સામે મોરચો માંડ્યો છે. આ કાર્યકરોએ પક્ષની શિસ્તને નેવે મૂકીને અન્ય રાજકીય પક્ષો અથવા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રદેશ ભાજપની કડક સૂચના બાદ, નવસારી જિલ્લા સંગઠને આ મામલે લાલ આંખ કરી છે. શિસ્તભંગની આ પ્રવૃત્તિને ગંભીરતાથી લેતા 9 સભ્યોને આગામી 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા સભ્યોની યાદી મુજબ
ગણદેવી તાલુકા: દીપકકુમાર વિનોદભાઈ પટેલ (પિંજરા ) નવસારી મહાનગર: મિરલકુમાર સુમનભાઈ પટેલ (કબીલપોર) પ્રીતી ધર્મેશ અમીન, ભૂષણ ગોકુળ પાટીલ (વિજલપોર) ભરતભાઈ દેવજીભાઈ પરમાર (વિજલપોર)જલાલપોર તાલુકા: હેમલતાબેન જગદીશભાઈ પટેલ (છીણમ) વિકેશભાઈ અમરિષભાઈ પટેલ (માણેકપોર) રાજેશભાઈ ઠાકોરભાઈ પટેલ (દાંતી) ભારતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ (બોરસી)આશિષકુમાર સોમાભાઈ ટંડેલ (કૃષ્ણપુર)
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
