તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ડાંગના ડુંગરો અને જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું : સાપુતારા સહિતના પહાડી વિસ્તારો ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયા
સાપુતારા સહિતના પહાડી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં મનમોહક દૃશ્યો સર્જાયા

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહેતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વઘઈ, સાપુતારા, આહવા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સતત વરસાદના કારણે ડાંગના ડુંગરો અને જંગલ વિસ્તાર હરિયાળીની ચાદરથી ઢંકાઈ ગયા છે. સાપુતારા સહિતના પહાડી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં મનમોહક દૃશ્યો સર્જાયા છે. કુદરત સોળે કળાએ ખીલી ઉઠતાં પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આહલાદક વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકો ચોમાસાની મજા માણી રહ્યા છે.
વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે જિલ્લામાં કોઈ મોટી નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ખેતી માટે અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખેડૂતો હવે વાવણીની કામગીરીને વધુ વેગ આપી રહ્યા છે અને સારા ચોમાસાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
