તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સચિવએ નર્મદા કલેક્ટરને જરૂરી રજૂઆત કરી
રાજપીપળાને ટ્રાફિક સમસ્યા દબાણ દૂર કરવા, જિલ્લામાં ફ્રુટ અને ડ્રગ સેફટીની કચેરી તથા તોલમાપ કચેરી નથી તે વિશે ચર્ચા કરી

(ભરત શાહ દ્વારા )નર્મદા : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના રાષ્ટ્રીય સચિવ જયંતભાઈ કથીરિયા ગુજરાત પ્રાંત અધ્યક્ષ વસંતભાઈ પટેલ તથા કમલેશભાઈ શાહ સોમવારે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી આ ટીમે કલેક્ટર ગંગા સિંહની મુલાકાત લીધી હતી અને જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરી હતી તેમાં મુખ્યત્વે રાજપીપળાને ટ્રાફિક સમસ્યા દબાણ દૂર કરવા, જિલ્લામાં ફ્રુટ અને ડ્રગ સેફટીની કચેરી તથા તોલમાપ કચેરી નથી તે વિશે ચર્ચા કરી હતી કલેક્ટરએ સંપૂર્ણ સહકાર આપેલ છે અને આ સમસ્યાના નિકાલની ખાતરી આપી છે આ ટીમની સાથે અખિલ ભારતીય ગુજરાત પ્રાંતના કારોબારી સભ્ય પ્રવિણસિંહ ગોહિલ અધ્યક્ષ સુજલભાઈ મિસ્ત્રી અને મહામંત્રી નીતિનભાઈ ભાવસાર જોડાયા હતા.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
