તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 10th November 2026
હિંમતનગરમાં નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટ્યું: લીક થતું દૂધ ભરવા વાસણો લઈને ઉમટ્યા ગ્રામજનો
ગાંભોઈ પાસેથી આઠ હજાર લીટર દૂધ લઈને સાબર ડેરી તરફ જતું વાહન અકસ્માતનો શિકાર બનતા મચી દોડધામ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગિયોલ-કાંકણોલ ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૪૮ પર મંગળવારે મોડી સાંજે દૂધ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી મારી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ટેન્કર ગાંભોઈ નજીકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે ૮,૦૦૦ લીટર જેટલું શુદ્ધ દૂધ એકત્ર કરીને સાબર ડેરી ખાતે પહોંચાડવા માટે જઈ રહ્યું હતું, તે દરમિયાન હાઈવે પર હોટલ મિરર ક્યુબ પાસે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
દૂધ ભરેલું વાહન રસ્તા પર પલટી જતાં હાઈવે પર ભારે અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ ન મળતા રાહદારીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અકસ્માતની આ ઘટના બાદ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટેન્કરમાંથી લીક થઈ રહેલા દૂધને પોતાના ઘરેથી લવાયેલા વિવિધ વાસણોમાં ભરીને લઈ જતા દ્રશ્યો જોવા મળ્યા હતા.
બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું તથા ટ્રાફિક વ્યવ્ષાને પૂર્વવત કરવા તેમજ ટેન્કરને હાઈવે પરથી ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
આગામી સમયમાં આ પ્રકારના માર્ગ અકસ્માતો રોકવા માટે હાઈવે પર સ્પીડ કંટ્રોલ અને ડ્રાઇવરોની સુરક્ષા અંગે જરૂરી ટ્રાફિક નિયમોની ચકાસણી સઘન બનાવવામાં આવશે તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
