News of Saturday, 15th August 2026
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે ધર્મ ધ્વજ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાયો, સ્વતંત્રતા દિવસની ઉજવણી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુર, એસ.જી. હાઈવે ખાતે આયોજન

અમદાવાદ:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુર, એસ.જી. હાઈવે સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ અત્યંત ગરિમાપૂર્ણ માહોલ અને દેશભક્તિના રંગે રંગાઈને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ સૌ કોઈએ દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને વંદન કરી દેશની એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ લીધા હતા. વિશ્વઉમિયાધામ ખાતે ધર્મ ધ્વજ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાયો હતો. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમમાં પધારેલા તમામ અતિથિઓ, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને ભક્તો માટે પ્રીતિ ભોજનનું કર્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજવી મૂક્યું હતું.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
