હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેશનલ ફિલ્મ એવોર્ડ સમગ્ર દેશનો એવોર્ડ છે, ઉધ્ધવ ઠાકરે રાજકીય ચશ્મા ઉતારે : ડો.અનિલ પટેલ
વંદે માતરમ ગીતના અપમાન બદલ ઇમરાન ખેડાવાલાનું રાજીનામું માંગતા ભાજપના પ્રવકતા

અમદાવાદ, તા.૧૦: નેશનલ ફિલ્મ એવોર્ડ મુદ્દે ઉદ્ધવ ઠાકરે કરેલ નિવેદન મામલે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો.અનિલપટેલે જણાવેલ કે નેશનલ ફિલ્મ એવોર્ડ એ કોઈ રાજ્યનો એવોર્ડ નથી, કોઈ રાજ્યની મિલકત નથી, પરંતુ સમગ્ર દેશનો એવોર્ડ છે.
આ નેશનલ ફિલ્મ એવોર્ડમાં દેશના જુદા-જુદા રાજ્યોની જુદી-જુદી ભાષાની ફિલ્મો પણ સ્પર્ધા કરતી હોય છે. અલગ-અલગ ભાષાઓ હોય, ઉત્તર ભારત, દક્ષિણ ભારત કે પヘમિ ભારત હોય, તમામ વિસ્તારોના ત્યાંના ડિરેક્ટર, ફિલ્મ એક્ટર, સ્ટોરી રાઇટર તેમજ ફિલ્મના નિર્માણમાં કામ કરતા પ્રત્યેક લોકોના સન્માનનો આ કાર્યક્રમ છે.
ભૂતકાળમાં પણ મદ્રાસમાં ફિલ્મ એવોર્ડ યોજાઈ ગયો છે અને જ્યારે કેવડિયા કોલોની ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે મને લાગે છે કે આ એ જગ્યા છે, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે.
કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે અને જે જગ્યાના કારણે આજે દેશ-વિદેશના પર્યટકો આવે છે. મને એમ લાગે છે કે ઉદ્ધવ સેના, જે ગુજરાતની વળદ્ધિ અને વિકાસની વિરોધી છે, આ એ જ ઉદ્ધવ સેના છે, જેણે મહારાષ્ટ્રની ચૂંટણી સમયે ગુજરાત અને ગુજરાતીઓની સામે અનેક બાબતો રજૂ કરી હતી અને ચૂંટણી જીતવા માટે પ્રયત્ન કર્યા હતા. તેમ ડો. અનિલ પટેલએ જણાવ્યું હતું.
ઇમરાન ખેડાવાલાએ ગીતનું અપમાન કર્યુઃ અનિલ પટેલ
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ડો.અનિલ પટેલ જણાવેલ વિધાનસભા ગળહમાં તેમનું વર્તન અને ત્યારબાદ તેમનું વક્તવ્ય ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ ગંભીર તથા ગેરકાનૂની છે. વિધાનસભા ગળહમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી દેશના બંધારણને સમર્પિત હોય છે.
જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાએ આજે વંદે માતરમ ગીતનું અપમાન કર્યું છે, મને લાગે છે કે ગુજરાતની પ્રજા આ અપમાનને સાંખી નહીં લે. કોંગ્રેસને આવનારા સમયમાં જબરજસ્ત જવાબ આપશે.
આજે ગુજરાતમાં અને દેશમાં પણ ગણ્યાગાંઠ્યા કોંગ્રેસના પ્રતિનિધિઓ છે અને મને લાગે છે કે આ પ્રકારના વર્તનના કારણે આવનારા સમયમાં કોંગ્રેસ નામશેષ થઈ જશે.
રાહુલ ગાંધી જે હાથમાં બંધારણની લાલ ચોપડી લઈને ફરે છે, પરંતુ તેમના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આજે સંસદે પાસ કરેલો કાયદો અને નિયમ છે, તેનું વિધાનસભા ગળહમાં અપમાન કર્યું છે. કોંગ્રેસે તેનું રાજીનામુ લઇ લેવુ જોઇએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
