<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અમદાવાદમાં અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતીનું રાષ્‍ટ્રીય મહાઅધિવેશન યોજાયું

દેશભરમાં પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવાની માંગઃ સરકારના બે મંત્રીઓ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટીના નેતા ધારાસભ્‍યની હાજરીઃ ગીર સોમનાથ જીલ્લાની ટીમનું સન્‍માન કરાયું

વેરાવળ, તા.૩૦: અમદાવાદમાં વિશ્વ ઉમીયાધામ ખાતે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી નું રાષ્‍ટ્રીય સમીતીનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં દેશભરમાંથી પત્રકારોએ ભાગ લીધો હતો આ અધિવેશન માં પત્રકાર સુરક્ષા કાનુન ઝડપ થી અમલમાં મુકવાની કેન્‍દ્ર,રાજય સરકાર પાસે માંગ કરેલ હતી આ અધિવેશનમાં ગીર સોમનાથ જીલ્લા ટીમ નું વિશેષ સન્‍માન કરાયું હતું.

અમદાવાદ વિશ્વ ઉમીયા ના વિશાળ પરીષરમાં અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતીના અધ્‍યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાના અધ્‍યક્ષ સ્‍થાને દેશભરના પત્રકારોનું સંમેલન યોજાયેલ હતું જેમાં ભાજપ ના મંત્રી કુંવરજીભાઈ બાવડીયા, કાંતીભાઈ અમળતીયા, આમઆદમી પાર્ટીના ઈશુદાન ગઢવી,કોંગ્રેસના ભરતસિંહ સોલંકી,ધારાસભ્‍ય ધવલસિંહ ઝાલા ઉપસ્‍થિત રહેલ હતા પત્રકારો તથા આગેવાનોએ જણાવેલ હતું કે પત્રકારોને અનેક મુશ્‍કેલીઓ પડે છે તેના માટે કેન્‍દ્ર,રાજય સરકાર પત્રકારોની સુરક્ષા માટે તાત્‍કાલીક લાવવા જોઈએ અને અમલવી બનાવવો જોઈએ આજે પ્રિન્‍ટ,ઈલેકટ્રોની,સોશ્‍યલમીડીયા, યુટયુબમાં કામ કરતા પત્રકારોની સુરક્ષાની પણ મુશ્‍કેલી છે જેથી તાત્‍કાલીક અનેક યોજનાઓ અમલી બનાવવાની માંગ કરેલ હતી.

ભારતભરના અનેક રાજયોમાંથી તેમજ ગુજરાત ના ગીર સોમનાથ, પાટણ,મહેસાણા, અમદાવાદ,ગાંધીનગર,રાજકોટ,જામનગર સહીત ૨૫ જેટલા જીલ્લાઓના પત્રકારોએ ભાગ લીધેલ હતો આ અધિવેશનમાં ગીર સોમનાથ જીલ્લો દીવના પ્રભારી દીપકભાઈ કકકડ, પ્રમુખ મીતેષ પરમાર, ઉપપ્રમુખ કનકસિંહ બારડ,સહમંત્રી હાર્દિક કાનાબાર,આઈ.ટી સેલ મહેન્‍દ્ર ટાંકનું  સન્‍માન કરાયેલ હતું.

(1:28 PM IST)