તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 30th June 2026
અમદાવાદમાં નરસિંહ મહેતા અને પ્રેમાનંદના અખ્યાનનો મહોત્સવ

રાજકોટઃ તા.૩૦, ગૂજરાત વિદ્યાપીઠના કલા મંદિર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગ દ્વારા આયોજિત આગામી ૩ જુલાઈના રોજ અમદાવાદમાં આખ્યાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી લોકસાહિત્ય અને ભક્તિ પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં શ્નનરસિંહ મહેતા અને પ્રેમાનંદનાં આખ્યાનઙ્ખરજૂ કરવામાં આવશે.
આ સાંસ્કૃતિક મહોત્સવમાં પદ્મશ્રી માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની પરંપરાને આગળ ધપાવતા તેમના સુપુત્રો અને જાણીતા આખ્યાનકારશ્રી પ્રધુમ્ન પંડ્યા તથાશ્રી મયંક પંડ્યા માણના સથવારે આખ્યાનની રમઝટ બોલાવશે. અધ્યક્ષ સ્થાને વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ અને મુખ્ય અતિથિ તરીકે રતિલાલ બોરીસાગર રહેશે. તા. ૩ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર), સમયઃ સાંજે ૬:૩૦ કલાકે,સ્થળઃ હીરક મહોત્સવ સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ આ અનોખા રસાસ્વાદનો લાભ લેવા માટે તમામ કલાપ્રેમી જનતાને આમંત્રણ છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
