તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
નર્મદામા રેશનકાર્ડમાં CBDC કામગીરી માટે બળજબરી દુકાનદારો પાસે કામગીરીની માંગ કરતા અધિકારીઓ
પરિપત્રમાં વીસીઈ પાસે જ આ કામગીરી કરાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પૂરવઠાના દુકાનદારોને આ કામગીરી કેમ સોંપાઈ ?:મિટીંગોમાં અધિકારી દુકાનદારોને આ કામગીરી ઝડપી કરવા કડક ભાષા માં સૂચના આપતા નારાજગી

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા માંપૂરવઠા વિભાગ માં અધિકારી મનમાની કરતા હોવાની બૂમ ઉઠી છે. જેમાં CBDC ની કામગીરી બળજબરીપૂર્વક પુરવઠાના દુકાનદારોના માથે સોંપાતા દુકાનદારો માં નારાજગી જોવા મળી છે.
મળતી માહિતી મુજબ સરકાર તરફથી આવેલા નવા નિયમમાં CBDC ની કામગીરી VCE એ કરવાની પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે છતાં નાંદોદ પૂરવઠા નાયબ મમતદાર દ્વારા આ કામગીરી દુકાનદારો ના માથે નંખાતા અને મિટીંગો માં આ કામગીરી ઝડપી કરવા કડક સૂચના આપવામાં આવતા દુકાનદારો મૂંઝવણ માં મુકાયા છે. દુકાનદારો નું કહેવું છે કે સરકારી પરિપત્ર માં સ્પષ્ટ લખ્યું છે કે આ કામગીરી VCE પાસે જ કરાવવાની છે તેમ છતાં અધિકારી દુકાનદારોને ટાર્ગેટ કેમ બનાવે છે..?
અને એ પણ ઝડપી કામ કરવા દબાણ કરવામાં આવતું હોય ત્યારે અમે ગ્રાહકોને પૂરવઠાનો જથ્થો આપીશું કે આ કામગીરી કરીશું..? જોકે ઘણા ગ્રાહકો પાસે સ્માર્ટ ફોન નથી, કીપેડ ફોન હોય તેમાં આની એપ્લિકેશન ડાઉનલોડ ના થાય માટે આવા ગ્રાહકો ની કામગીરી થતી નથી.
આ બાબતે અમે નાંદોદ પૂરવઠા વિભાગ ના નાયબ મમત્દાર મકવાણા સર સાથે તેલ8ફોનીક વાત કરતા તેમણે કહ્યું કે વાત સાચી છે આ કામગીરી VCE એ કરવાની પરિપત્ર માં સૂચના છે પણ VCE આ કામગીરી કરવાની સ્પષ્ટ ના કહે છે, ત્યારે સવાલ એ ઉભો થાય કે સરકારી પરિપત્ર માં સૂચના હોવા છતાં મનમાની કઇ રીતે કરે..? જોકે મકવાણા સર ના જણાવ્યા મુજબ અમે આ બાબતે ટીડીઓ ને રજૂઆત કરી છે. જોકે આપણે 6000 ગ્રાહકો ની કામગીરી કરવાની છે તેમાં અત્યારસુધી દુકાનદારો એ 755 ગ્રાહકો ની કામગીરી કરી કરી છે. હવે આગળ શું નિર્ણય આવે છે એ જોઈએ.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
