તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 18th June 2026
નર્મદા ભાજપના આંતરિક વિવાદ મુદ્દે મંત્રીના નિવાસસ્થાને પ્રદેશ મહામંત્રીએ બેઠક યોજી :રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપાયો
સંગઠન હોદ્દેદારો અને જનપ્રતિનિધિને પોતાની રજૂઆત પાર્ટી ફોરમમાં કરવા સૂચના અપાઈ

નર્મદા ભાજપના આંતરિક વિવાદ મુદ્દે ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થઈ છે. મંત્રીના નિવાસસ્થાને પ્રદેશ મહામંત્રીએ બેઠક કરી હતી નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તથા સાંસદ અને ધારાસભ્ય સાથે ચર્ચા કરી હતી . સંગઠન હોદ્દેદારો અને જનપ્રતિનિધિને પોતાની રજૂઆત પાર્ટી ફોરમમાં કરવા સૂચના અપાઈ છે . બેઠક બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપાયો હતો
ત્રણ દિવસ પહેલા પક્ષના કાર્યક્રમમાં ધારાસભ્યની નારાજગી સામે આવી હતી. ધારાસભ્ય દર્શના દેશમુખે જાહેરમાં બળાપો કાઢી ધરણા કર્યા હતા. જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ કર્યો તો દર્શના દેશમુખના આક્ષેપને નીલ રાવે જુઠા ગણાવ્યા હતા.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
