<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગણેશ વિસર્જનને લઈને આયોજકો સાથે નર્મદા પોલીસે કરી બેઠક

આ વખતે તો ઠીક છે પણ 10 ફૂટ કરતા મોટી મૂર્તિની આવતા વર્ષે નહીં ચાલે: કૃતિક તળાવમાં મૂર્તિ વિસર્જનનો આયોજકોએ સખત વિરોધ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ટાઉન હોલ ખાતે નર્મદા પોલીસ અને ગણેશ મહોત્સવ આયોજકો વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી.જેમાં પોલીસ અધીક્ષક વિશાખા ડાબરાલ, ડી.વાય. એસ.પી. રાજેન્દ્ર દેવધા, એલસીબી, નર્મદા આર.બી ચૌધરી, ટાઉન પી.આઈ એસ.કે ગામીત, પાલિકા ચીફ ઑફિસર વૈશાલી વરિયા સહિત મોટી સંખ્યામાં ગણેશ મંડપ આયોજકો હાજર રહ્યા હતા.
  આ બેઠકમાં આ વખતે કૃતિમ તળાવમાં નહીં પણ નદીમાં મૂર્તિ વિસર્જિત કરવાની માંગ ઉઠી હતી, જો કે પાલિકા અને પોલીસે આ માંગને ફગાવી દીધી હતી. વધુમાં પોલીસે 10 ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ લાવનારા આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે આ વર્ષે ચલાવી લઈએ છે પણ આવતા વર્ષે 10 ફૂટ કરતા ઊંચી મૂર્તિ જે કોઈ લાવ્યા છે તેમને પરમિશન મળશે નહીં.પોલીસે ચેતવણી આપી દીધી હતી.આ સાથે પીધેલાઓની જવાબદારી જે તે મંડળના આયોજકોની રહેશે, પીધેલાઓને પકડવા માટે અલગ ટીમ બનાવીશું સહિત વિસર્જનમાં કોઈએ પણ આ વખતે ફાયર ઇવેન્ટ કરવાની નથી, ડીજે માં વધારે અવાજ કરવાનો નથી, નિયમ કરતા વધારે અવાજ કરતા ડીજે પોલીસ દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવશે.આવું કરનાર મંડળના આયોજકો અને ડીજે સંચાલકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વાત કરી હતી.
આમ નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા સુરક્ષા અને બંદોબસ્ત સજ્જ કરવાની વાત કરી મંડપ આયોજકો પાસે સહકાર ની અપીલ કરી ગણેશ મહોત્સવને શાંતિપૂર્ણ રીતે અને પૂરા ઉત્સાહ ભાવ સાથે કરી ગણપતિ દાદાની વિદાઈ પણ શાંતિથી કરવાની વાત કરી આ સાથે પાલિકા ચીફ ઑફિસર વૈશાલી વરિયા એ પણ આયોજકો દ્વારા
કૃતિક તળાવમાં મૂર્તિ વિસર્જનનો વિરોધ કરતા કહ્યું કે આ વર્ષે કુત્રિમ તળાવની ઊંડાઈ અને પાણી ફૂલ ભરી શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવશે. સાથે ગણપતિ દાદાનું વિસર્જન ફૂલો થી કરીએ નહીં કે પ્લાસ્ટીકની પટ્ટીઓ જે સફાઈ માટે પણ મુશ્કેલી પડે છે. ની વાત કરી હતી

(11:40 PM IST)