News of Monday, 27th July 2026
નિવાલ્દા ગામના નાયરા પેટ્રોલ પંપ પાસેથી નર્મદા એલસીબી ટીમે રૂ. ૬૪.૪૧,૯૮૪ ના અંગ્રેજી દારૂ સાથે એક ને ઝડપી લીધો
શિવમ ટ્રાન્સપોર્ટ સર્વિસ નામની ખોટી બીલ્ટી આપી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ઓમપ્રકાશ ભાખરારામ બિશ્નોઈ (રહે. ધનોડા, તા.રામસર, જી.બાડમેર (રાજસ્થાન) નાઓએ ટાટા કંપનીના આઇસર કંટેનર નંબર MH.04.JK.9319 માં ગેરકાયેદસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૩૩,૫૫૨ કિ.રૂ. ૬૪.૪૧,૯૮૪/- તથા ટાટા કંપનીના આઇસર કંટેનરની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯,૪૬,૯૮૪/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા મહાદેવ રાજપુત નાઓએ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના મનોર શહેર ખાતેથી આપી તેમજ શિવમ ટ્રાન્સપોર્ટ સર્વિસ નામની ખોટી બીલ્ટી આપી તેનો ખરા તરીકે ઉપયોગ કરાવી, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ કરી તેમજ પકડાયેલ આરોપીએ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી હંકારી, એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
